લોકભાષા-ગાંધીધામ :
ગુજરાત રાજયના અલગ-અલગ જીલ્લાઓનાં મંદિરોમાં ચો૨ી-લુંટના ૩૪ જેટલા ગુનાઓને અંજામ આપનાર રાજસ્થાન રાજયની “ગરાસીયા ગેંગ” ના છ સાગરીતોને પુર્વ કચ્છ પોલીસે ઝડપી લીધા હતા.
તાજેતરમાં વાગડના ચિત્રોડ તથા કાનમેર ગામે અલગ અલગ મંદીરોમાં ચોરીના બનાવો બન્યા હતા જેની ગંભીરતા સમજી અને લોકોની ધાર્મિક લાગણી તથા આસ્થાનો વિષય હોય આ ગુનાઓને તાત્કાલીક શોધી કાઢવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
તાજેતરમાં ગાગોદર પોલીસ સ્ટેશનમા ચિત્રોડ તથા જેઠાસરી વાંઢમાં આવેલ ૧૧ મંદિરોના દરવાજાના તાળા તોડી સોના ચાંદીના ચાંદલા, સાંઢણી, છતર, રામ૨મી, મુગુટ, ત્રિશુલ એમ અલગ અલગ દાગીના કિંમત ૮૧૦૦૦ તથા દાનપેટીના રોકડા રૂ. ૧૬૦૦૦ મળી કુલે રૂપિયા ૯૭૦૦૦ની મંદિર ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવ સમયે પોલીસ અધિક્ષક સાગર બાગમારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. અને આ ચોરીનો ભેદ ઉકેલવા માટે સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ (સીટ) ની રચના કરવામાં આવી હતી.
દરમિયાન કાનમેર ગામમાં આવેલ અલગ- અલગ મંદિરોમાં રાત્રિના સમયે ચાંદલા, છતર, મુગટ, પાદુકા એમ અલગ-અલગ દાગીના કિંમત રૂપિયા ૧,૪૩,૫૦૦ તથા દાનપેટીના રોકડા રૂપિયા ૬૭૦૦ મળી કુલે કિંમત રૂપિયા ૧,૫૦,૨૦૦ની ચોરી થઈ હતી તથા જૈન મંદિરમાં ચોરી કરવાના ઈરાદે આવી ફરીયાદીને પકડી મુઢ માર મારી રોકડા તથા ચાંદીના દાગીના મળી કુલે રૂપિયા ૧૧૪૦૦ની લુંટ કરી હતી. તે બાબતે ગાગોદર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ હતો.
પોલીસે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ એનાલીસીસના માધ્યમથી આરોપીનું પગેરૂ મેળવતા આરોપીઓ રાજસ્થાન બાજુ નાશી ગયેલ હોવાનુ જણાઈ આવતા રાજસ્થાનના અલગ-અલગ વિસ્તારોમાં ટીમો રવાના કરી આરોપીઓની શોધખોળ કરી સામલા થલા રાજસ્થાનનાં જંગલોમાં રાત્રિના સમયે સર્ચ કરી આરોપીઓ કમલેશ અનારામ ગરાસીયા, ઉ.વ.૨૪, ૨હે. માલવા ચોરા, તા.દેવલા, થાના-બેકરીયા જી. ઉદેપુર રાજસ્થાન, રમેશ બાબુરામ ગરાસીયા,ઉ.વ.૨૨, રહે.માલવા ચોરા, તા.દેવલા, થાના-બેકરીયા જી.ઉદેપુર હાલ રહે.ગામ નાંદીયા, થાના-પીંડવાળા, તા.પીંડવાળા જી.શિરોહી રાજસ્થાન, જીતેન્દ્ર સુનારામ ગરાસીયા,ઉ.વ.૨૧,૨હે.સીમલા થલા, થાના-બેકરીયા, તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાન, સુરેશ સ/ઓ શંકર ઉર્ફે ડાકુ ગરાસીયા,ઉ.વ.૨૫,૨હે. માલેરા,થાના-પીંડવાળા, તા.પીંડવાળા જી.શિરોહી રાજસ્થાન, જયરામ ઉર્ફે જેનીયા સ/ઓ નોનારામ ગરાસીયા, ઉ.વ.30, રહે. માલેરા થાના-પીંડવાળા તા.પીંડવાળા જી.શિરોહી રાજસ્થાન, સુરેશકુમાર શાંતીલાલ સોની ઉ.વ.૪૮ ૨હે. શુભગ્રીન ફ્લેટ,વરત્રાલ અમદાવાદ મુળ રહે. ગામ ગોયલી તા.જી.શિરોહી રાજસ્થાનને ઝડપી લીધા છે.
જયારે આ ગુનામા સંડોવાયેલ આરોપી મેઘલારામ ઉર્ફે મેઘલા ઉર્ફે મેઘારામ મોતીરામ ગરાસીયા, ૨હે. ડાલીબોર,તા.બાલી,જી.પાલી રાજસ્થાન, ૨મેશ વાલારામ ગરાસીયા રહે. હેમલા થલા માલવા કા ચોરા થાના-બેકરીયા,તા.કોટડા જી.ઉદેપુર રાજસ્થાનને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
પૂર્વ કચ્છ પોલીસે આરોપીના કબ્જામાંથી ચિત્રોડ, જેઠાસરી, કાનમેર તથા નખત્રાણાના વડવા ભોપાની ચોરીનો મુદ્દામાલ કુલ કિંમત રૂપિયા ૩૬૪૭૩૪ને કબજે લીધો હતો.