લોકભાષા-ગાંધીધામ :
છેલ્લા એક વર્ષ થી ધરફોડ તથા મો.સા. ચોરીના પાંચ ગુન્હાઓમાં નાસતા-ફરતા મુખ્ય આરોપીને અંજાર પોલીસે પકડી પાડયો હતો.
અંજાર પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે, અંજાર પોલીસ સ્ટેશન તથા કચ્છ જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનના મિલ્કત ચોરીના ગુનાઓ કામે નાસતો ફરતો આરોપી રાજેશ ઉર્ફે ભોલીયો રામજીભાઈ મુછડીયા(આહીર) રહે. મારૂતિનગર નાગલપર તા. અંજાર વાળો હાલે નાગલપર વાડી વિસ્તારમાં છે.
અંજાર પોલીસે બાતમીના આધારે અલગ અલગ ત્રણ ટીમો બનાવી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી અને બાતમીના આધારે તપાસ કરતા આરોપી રાજેશ ઉર્ફે ભોલીયો રામજીભાઈ મુછડીયા (આહીર) ઉ.વ.૩૪ રહે.મારૂતિનગર, નાગલપર તા.અંજારને ઝડપી પાડ્યો હતો.
આરોપી વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમા ત્રણ અને પધ્ધ૨ પોલીસ મથકે એક તથા પ્રાગપર પોલીસ મથકે એક ગુનો નોંધાયેલો છે. અંજાર પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સપેકટર જી.ડી.ગઢવી સી.એમ.ચૌધરી સાથે અંજાર પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.

