લોકભાષા-ગાંધીધામ :
ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી તથા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામા છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી અંગ પૂર્વ કચ્છ એલસીબીને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપી વિપુલ વલ્લભભાઈ કાવેઠીયાનેઝડપી પાડ્યો હતો જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકને પણ ઝડપી લેવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ એલસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પૂર્વ-કચ્છ ગાંધીધામનાઓની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા છ વર્ષથી તથા ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ચોરીના આરોપી છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા હતા જે આરોપીઓ બાબતે ટેકનીકલ એનાલીસીસથી જરૂરી વર્ક આઉટ કરી આરોપી વિપુલ વલ્લભભાઈ કાવેઠીયા (દેવીપુજક) ઉ.વ. ૨૭ ૨હે. ગળકોટડી, તા. બાબરા જી.અમરેલી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકને રાજકોટ તથા ગાંધીધામ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે ગાંધીધામ એ ડીવીઝન તથા ભચાઉને સોંપવામાં આવેલ છે.