લોકભાષા-ભુજ :
કચ્છ પશ્ચિમ રેન્જ વન વિભાગની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વન્ય પ્રાણીના માસ સાથે ઝડપી લઈ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ અંર્તગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કચ્છ પશ્ચિમ વન વિભાગની ભુજ પશ્ચિમ રેન્જ હેઠળ આવેલ દેશલપર રાઉન્ડના કાર્યક્ષેત્રમાં આવેલ ચાડવા રખાલમાં ભુજ (૫) રેન્જના સ્ટાફ દ્રારા રાત્રિ પેટ્રોલીંગ દરમિયાન આરોપી મામદ આમદ સમા શંકાસ્પદ રીતે મોટરસાઈકલ સામાન લઈ જતો હોઈ ભુજ પશ્ચિમ રેન્જના સ્ટાફ દ્રારા અટકાવી પુછપરછ કરતા તે ઇસમ પાસેથી મોટરસાઈકલ પર વન્યપ્રાણીનું અંદાજિત ૮ (આઠ) કિ.ગ્રા. માસ મળી આવતાં તેની અટકાયત કરી ગુનો નોંધ્યો હતો આરોપી પાસેથી મોટરસાઈકલ વાહન રજી. નં. Gj 12 DL 5227, છરી નંગ-૧ તથા મોબાઇલ ફોન નંગ-૧ સહિતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો.
ReplyForwardAdd reaction |