લોકભાષા-ગાંધીધામ :
કચ્છ સહિત ચાર જીલ્લામાથી તડીપાર થયેલ શખ્સને ગાંધીધામ બી ડિવિઝન પોલીસે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની મળતી વિગતો મુજબ બે માસ અગાઉ સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ અંજારએ અશોકગીરી સુખગીરી ગૌસ્વામીને કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી જીલ્લાઓમાથી એક વર્ષ માટે તડીપાર કરવામાં આવ્યો હતો. આ આરોપી સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર પ્રવેશ કરી ગાંધીધામ તાલુકાના કિડાણા ગામે હોવાની ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે કાર્યવાહી હાથ ધરી તડીપાર કરવામાં આવેલા અશોકગીરી સુખગીરી ગૌસ્વામી ઉ.વ.૩૩ રહે- જગદંબા સોસાયટી મ.નં.બી-૧૧૫ કિડાણા તા-ગાંધીધામને ઝડપી પાડી તેના વિરૂધ્ધ તડીપાર હુકમની શરતોનો ભંગ અંગે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકે જી.પી.એક્ટ કલમ-૧૪૨ મુજબ ગુનો નોંધી કાયદેસ૨ની કાર્યવાહી કરવામા આવેલ છે.