લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ નજીકના ચુડવાની સીમમાથી આશરે ૧.૬૧ કરોડની સોપારી ભરેલા કન્ટેનર સાથે ત્રણ શખ્સોને પૂર્વ કચ્છ પોલીસે ઝડપી લીધા હતા અને આ ગુનામા સંડોવાયેલા અન્ય બે સહીત પાંચ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે
પૂર્વ એલ.સી.બી. ટીમ ગાંધીધામમા પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે ચુડવા સીમ સર્વે નં. ૧૬/એ વાળી જગ્યાએ આવેલ ગૌતમ ટ્રાન્સપોર્ટ કંપનીના પાર્કીંગમાં જીજે-૧૨- બીવાય-૬૩૪૨ તથા જીજે-૧૨-બીઝેડ-૯૫૬૩ વાળા ટ્રેલર/કનટેનરમાં ચોરી કે છળકપટથી મેળવેલ સોપારીનો જથ્થો ભરેલ છે. જે સોપારીનો જુનેદ નાથાણી રહે. સપનાનગર ગાંધીધામ વાળાએ ભરાવેલ છે. બાતમીના આધારે રેઈડ કરી આરોપીઓ જુનેદ યાકુબ નાથણી (મેમણ) બાબુલાલ કાનારામ ગુજર અને વિશાલ ફુલચંદ જાટવને સોપારીનો જથ્થો કુલ વજન ૫૩૯૫૦ કિ.ગ્રા. કિંમત રૂપિયા ૧,૬૧,૮૫,૦૦૦ ટ્રેલર રજી.નં. જીજે-૧૨-બીવાય-૬૩૪૨ કિંમત રૂપિયા ૨૫,૦૦,૦૦૦, ટ્રેલર કન્ટેનર રજી.નં. જીજે-૧૨-બીઝેડ-૯૫૬૩ કિંમત ૨૮,૦૦,૦૦૦, મોબાઈલ ફોન નંગ-૧ કિંમત રૂપિયા ૩૦૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૨,૧૫,૧૫,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જયારે આરોપીઓ નઝીરાબેન જાવેદ નાથાણી અને રીયાઝની સંડોવણી ખુલતા પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.