ચેક પરત કેસમા આરોપી વિરુદ્ધ સજા વોરન્ટ
રીટર્ન કેસમા આરોપી ચુકાદા સમયે હાજર ન હોવાથી ગાંધીધામ કોર્ટનો હુકમ
લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ કોર્ટે ચેક રીટર્ન કેસના ચુકાદા સમયે આરોપી હાજર ન હોવાથી સજા સાથે આરોપી વિરુદ્ધ સજા વોરન્ટ કાઢવાનો હુકમ કર્યો હતો
આ કેસની મળતી હકીકત મુજબ આરોપી ડી.એસ. યાદવ એન્ટરપ્રાઈઝડના સંચાલક સુરેશ યાદવ, રહે : શોપ ન. ૬, પ્લોટ ન. ૫૮, મોહન માર્કેટ, સેકટર ન. ૯, ગાંધીધામ વાળાએ ફરીયાદી સાહબસિંગ મુનશી શાકયા પાસેથી મૈત્રીપુર્ણ રૂપીયા ૩.૮૦ લાખની લોન લીધી હતી અને પરત માગતા તેઓએ પોતાની પંજાબ નેશનલ બેન્ક, પોર્ટ ટાઉન બ્રાન્ચ, કાંડલા, ગાંધીધામ કચ્છનો ચેક આપ્યો હતો જે ચેક ફરીયાદી દ્વારા બેંકમા જમા કરાવતા તે ચેક વગર ચુકવે ૫૨ત ફરતા કોર્ટમા ફરીયાદ કરવામાં આવી હતી.
દરમિયાન કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપી સુરેશ યાદવએ રૂપિયા ૨,૦૦,૦૦૦ ફરીયાદીને આપ્યા હતા જયારે બાકી રહેતી રકમ રૂપિયા ૧,૮૦,૦૦૦ આપેલ નહી જેથી ગાંધીધામના એડીશનલ ચિફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ, એમ.એચ. ચૌહાણએ આરોપીને તકસીરવાન ઠેરવીને રૂપિયા ૧,૮૦,૦૦૦ દિન ૬૦ મા ફરીયાદીને ચુકવાનો હુકમ કર્યો હતો અને જો આરોપી આ રકમ ન ચુકવે તો વધુ ૩૦ દિવસની સાદી કેદની સજા તથા આરોપી જજમેન્ટ સમય હાજર ન હોઈ તેની સામે સજા વોરન્ટ ઈસ્યુ કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમા ફરીયાદી તરફે વકીલ એન. જે. તોલાણી, કુન્દન ડી. પ્રસાદ અને ડી. ઓ. ગીરી હાજર રહી દલીલો કરી હતી.