લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામના પ્રિન્સીપલ સીનીય૨ સિવિલ કોર્ટે ચેક બાઉન્સના કેસમાં ચેકની રકમ વ્યાજ સહિત ચુકવવા તથા આરોપીને ૧૮ માસની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
ગાંધીધામમા લાકડાનું વેચાણનો ધંધો કરતી કંપની સલોની ફોરેસ્ટ પ્રોડકટસ પ્રાઈવેટ લીમીટેડએ કરેલ ચેક બાઉન્સના કેસમાં ગાંધીધામ કોર્ટે આરોપીને ચેકની રકમ ૧૮ ટકા વ્યાજ સહિત ચુકવવા અને આરોપીને ૧૮ માસની સજા ફટકારાતો ચુકાદો સંભળાવ્યો હતો.
આ કેસની વિગતોમાં ગાંધીધામમાં સલોની ફોરેસ્ટ પ્રોડકટસ પ્રાઈવેટ લીમીટેડના નામે લાકડાના વેચાણનો ધંધો કરતી કંપની પાસેથી લાકડા વેચાણના એડવાન્સ પેટે ગાંધીધામ મુકામે કરંસી.નેટ નામની કંપનીના ડાયરેકટર ચિરાગ હર્શદભાઈ શાહએ રકમ રૂપિયા ૮,૦૦,૦૦૦નો ચેક ચુકવણી માટે આપેલ હતો, આ ચેક ફરીયાદીએ બેંકમાં જમા કરાવતા ચેક પરત ફર્યા બાદ ગાંધીધામ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરેલ હતો. ફરીયાદી પક્ષે એડવોકેટ વિનોદભાઈ આસવાણીએ કરેલી દલીલો તેમજ આધાર પુરાવાને ઘ્યાનમાં રાખી ગાંધીધામના પ્રિન્સીપલ સીનીય૨ સિવિલ જજ અને અધિક ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટએ આરોપી કંપનીના ડાયરેકટર ચિરાગ હર્ષદભાઈ શાહને ૧૮ માસની સજા તથા ચેકની રકમ રૂપિયા ૮,૦૦,૦૦૦ ૧૮ટકા વ્યાજ સહિત વળત૨ પેટે ચુકવવા આદેશ કર્યો હતો. આ કેસના ચુકાદા દરમ્યાન ફરીયાદી તરફે એડવોકેટ વિનોદભાઈ આસવાણી અને વિશાલ ઓમપ્રકાશ શર્મા હાજર રહેલ હતા.

