લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ ચેમ્બરની આગેવાનીમાં કચ્છના ટ્રાન્સપોર્ટરોએ આપેલી નો રોડ નો ટેક્સ લડતને આખરે સફળતા મળી છે અને ચાર દિવસમાં કચ્છના ચારેય ટોલનાકા ઉપર આવેલા નેશનલ અને સ્ટેટ હાઇવે ની મારામત કામગીરી કરવાની બાહેધારી મળતા લડતને સમેટી લેવામાં આવી હતી.
આ અંગે ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના માનદ મંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને વેઠવી પડતી મુશ્કેલીને ધ્યાને લઈ ગાંધીધામ ચેમ્બર દ્વારા આગેવાની લઈને નો રોડ નો ટેક્સ મુહીમ ચલાવવામાં આવી હતી આજે સવારે શરૂ કરવામાં આવેલી આ લડતમાં મોખા ચોકડીએ સેંકડોની સંખ્યામાં ટ્રક, ટ્રેલર, ટેન્કર ઉભી રહી ગઈ હતી દરમિયાન વહીવટી તંત્ર દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો ચર્ચા બાદ વહીવટી તંત્ર દ્વારા કચ્છના ચાર મુખ્ય ટોલનાકાના હાઇવે અને સ્ટેટ ધોરીમાર્ગો ની મરામત કામગીરી આગામી ચાર દિવસમાં કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવતા લડતને પરિણામ લક્ષી સફળતા મળી હતી અને આ બાંહેધરી બાદ લડતને પૂર્ણ કરી મોખા ટોલનાકા નજીકનો ટ્રાફિક ધીમે ધીમે ક્લિયર કરવામાં આવી રહ્યો છે.
તેમણે આ લડતમાં ગાંધીધામ ચેમ્બરની સાથે ટેન્કર એસોસિએશન અને ટેલર એસોસિયેશન ડમ્પર એસોસિયેશન કંડલા મુન્દ્રા કન્ટેનર એસોસિએશન રતનાલ ટ્રક વેલ્ફર એસોસિયેશન સહિત આશરે 20,000 થી વધુ ટ્રક ટ્રેલર અને ટેન્કર સાથે સંકળાયેલી સંસ્થાઓ દ્વારા સંપૂર્ણ રીતે આ લડતમાં જોડાઈ અને એક જુટતા દર્શાવી હતી અને તેના કારણે જ આખરે પરિણામ મળ્યું હતું અને વહીવટી તંત્ર દ્વારા આગામી ચાર દિવસમાં માર્ગોની મરામત કરવાની બાહેધારી આપવામાં આવી હતી.
આ લડત દરમિયાન માંડવી મુન્દ્રા ક્ષેત્રના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જિલ્લા કલેકટર જિલ્લા પોલીસ વડા મુન્દ્રા મામલતદાર મુંદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતનાઓએ સહયોગ આપ્યો હતો આ ઉપરાંત નેશનલ હાઇવે ઓથોરિટીના પ્રોજેક્ટ મેનેજર સંજય ચહેર દ્વારા સમગ્ર બાબતને સમજીને સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી જેના અનુસંધાને આગામી ચાર દિવસમાં માર્ગોની મરામતની બાંહેધરી મળી છે અને લડતને આખરે પરિણામલક્ષી સફળતા પ્રાપ્ત થઈ હતી તેમ તેમણે જણાવ્યું હતું