લોકભાષા-ગાંધીધામ :
ચોરી કે છળકપટથી મેળવેલ નીમ કોટેડ યુરીયા ખાતરની ૧૬૦ બોરીઓ સાથે બે શખ્સોને પૂર્વ કચ્છ એસઓજીએ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની મળતી વિગતો મુજબ એસ.ઓ.જી.ટીમ પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, ભચાઉ વિસ્તારમાં ચોપડવા લુણવા રોડ ૫૨ રંગોલી પ્લાય કંપનીમાં આવેલ ગગન ટીમ્બરના રેગજીન પ્લાન્ટની બાજુમાં ખેતીમાં વાપરવાનુ નીમ કોટેડ યુરીયા ખાતર ગેરકાયદેસર રીતે ઔધોગીક એકમમાં ઉપયોગમા લેવા સારૂ બે બોલેરો પિક અપ ગાડીમાં ભર્યુ છે અને તે અનલોડ થવાનું છે.
આવી બાતમીના આધારે એસઓજી દ્વારા સ્થળ ઉપર તપાસ કરતા બે પીકઅપ બોલેરો પડેલ જે ડ્રાઈવર ઈમરાન રમજુભાઈ તથા ચન્દ્રેશ પ્રભુલાલના કબજાની પીકઅપ બોલેરો ગાડીઓમાં ૪૫ કિલોની કુલ ૧૬૦ નીમ કોટેડ યુરીયા ખાતરની બોરીઓના કિંમત રૂપિયા ૪૨૬૪૦ સાથે મળી આવી હતી.
આ મુદ્દામાલ અંગે બીલ કે આધાર પુરાવા માંગતા પોતાની પાસે કોઈ બીલ કે આધાર પુરાવા ન હોવાનું જણાવી અને યુરીયા ખાતર પ્રકાશભાઈ પદમાભાઈ પટેલ રહે. ભવાનીપુર ભચાઉ જી. કચ્છએ હળવદ શીવ એગ્રો એંડ ફર્ટીલાઈઝર ખાતેથી ભરવા જણાવેલ હોય જેથી ભરી આવતા ગગન ટીમ્બરના રેગજીન કંપનીમાં કામ ક૨તા રફીકભાઈનો સંર્પક કરતા રેગજીન પ્લાન્ટની બાજુમાં ખાલી ક૨વા જણાવ્યું હતું જેથી તમામ મુદ્દામાલ ગેરકાયદેસર જણાઈ આવતા તમામ મુદ્દામાલ બીએનએસએસ કલમ ૧૦૬ મુજબ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી
પૂર્વ કચ્છ એસ.ઓ.જી.એ આરોપી ઈમરાન રમજુભાઈ રાયમા ઉવ.૧૯ રહે. સીતારામપુર ભચાઉ શેરી નં. ૦૨ જી. કચ્છ અને ચન્દ્રેશ પ્રભુલાલ ઠકકર ઉવ.૨૪ ૨હે. નવી ભચાઉ જી.કચ્છની આ ગુનામા અટકાયત કરી જ્યારે નીમ કોટેડ યુરીયા ખાતર-૧૬૦ બોરી કિંમત રૂપિયા ૪૨૬૪૦, બોલેરો પિક અપ રજી.નં જીજે.૩૯ ટી ૫૯૮૪ કિંમત રૂપિયા ૮,૦૦,૦૦૦, બોલેરો પિક અપ રજી. નં.જીજે. ૧૨ બી.જેડ.૨૭૭૦ કિંમત રૂપિયા ૮,૦૦,૦૦૦, મોબાઈલ ફોન નંગ-૦૨ કિંમત રૂપિયા ૧૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૧૬,૫૨,૬૪નો મુદામાલ કબ્જે કર્યો હતો જ્યારે આ ગુનામા આરોપી પ્રકાશભાઈ પદમાભાઈ પટેલ રહે.ભવાનીપુર ભચાઉ જી.કચ્છ, રફીકભાઈ અને હળવદ શીવ એગ્રો એંડ ફેર્ટીલાઈઝર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

