લોકભાષા-ગાંધીધામ :
ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનાના બે આરોપીઓ છેલ્લા સાત માસથી નાસતા ફરતા હતા તેને રાજસ્થાન રાજય ખાતેથી પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યા હતા
પુર્વ કચ્છ એલસીબી પોલીસ ઈન્સપેકટર એન. એન. ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી ટીમ નાસતા ફરતા આરોપીઓ શોધવા સતત પ્રયત્નશીલ હતી દરમ્યાન ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલી ચોરીના ગુનામાં છેલ્લા સાત માસથી નાસતા ફરતા આરોપીઓ સુરેશ અને અજમલને મેળવી ટેકનીકલ એનાલીસીસથી જરૂરી વર્ક આઉટ ક૨ી રાજસ્થાન ૨ાજય ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ સુરેશ ઉર્ફે સુરીયો હોથીભાઈ કોલી ઉ.વ. ૨૨ રહે. ચિત્રોડ તા.૨ા૫૨ જી.કચ્છ, અજમલ અરજણ કોલી ઉ.વ. ૨૫ રહે. ચિત્રોડ તા.૨ા૫ર મુળ રહે. સાંગલી જી.પાટણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઈન્સપેકટ૨ એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઈન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયો હતો.

