લોકભાષા-ભુજ :
ભુજના રહેવાસીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું છું ચોરીના દાગીના ખરીદી કર્યા છે તેવું કહીને બળજબરી રૂપિયા ૧૪ લાખ ઓનલાઇન ટ્રાન્જેકશન કરાવનાર મોબાઈલ ધારક સામે ભુજ એ ડીવીજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ છે
જાણવા મળતી વિગતો મુજબ ભુજમાં વેદાંત ટ્રેડિંગ નામની સોના ચાંદીની દુકાન ધરાવતા બાબાસો વસંત પટેલ નામના સોના ચાંદીના વેપારીને એક મોબાઈલ ધારકે ફોન કરીને જણાવ્યું હતુ કે હું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું છું,સોના ચાંદીના જે દાગીના ખરીદેલ છે તે ચોરીના છે,જેથી ધરપકડ થશે તેવી ધમકી અપાઈ હતી તેમજ ફરિયાદી પાસે અલગ અલગ સ્કેનર મારફતે ટ્રાન્જેક્સન કરાવી રૂપિયા 140000 લઇ લીધા હતાં.ફરિયાદી સાથે છેતરપિંડી થઇ છે તેવુ જાણતા આ બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે આ બનાવ 7 ઓક્ટોમ્બરથી આજદિન સુધીના સમયગાળા દરમિયાન બનવા પામ્યો હતો.પોલીસે મોબાઈલ નંબરના આધારે તપાસ હાથ ધરી છે.

