લોકભાષા-ગાંધીધામ :
જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા આયોજિત ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનનો ગાંધીધામ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલમાં ભવ્ય ઉદ્ઘાટન સમારોહ જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશનના વર્લ્ડ ચેરપર્સન શાઇના એન.સી.. કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશ પુજ તથા આંતરરાષ્ટ્રીય સંમેલનના જાયન્ટ્સ કન્વેન્શન ચેરમેન તેજા કાનગડની ઉપસ્થિતિમાં યોજાયેલ.
તા. 10થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાએલ આ સંમેલનમાં દેશ-વિદેશના 2000 જેટલા પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.
જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશનના વર્લ્ડ ચેરપર્સન શાઇના એન.સી. એ મુખ્ય અતિથિ તરીકે સભ્યોને સંબોધતાં જણાવ્યું હતું કે, કચ્છની પાવન ભૂમિ પર યોજાઈ રહેલું આ સંમેલન ફાઉન્ડેશનના વૈશ્વિક મિશનને નવી ઊંચાઈએ લઈ જશે. અમારું લક્ષ્ય સમાજના છેવાડાના માનવી સુધી સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ પહોંચાડવાનું છે.
કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ જાયન્ટ્સની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવી જણાવેલ કે, જાયન્ટ વેલ્ફેર ફાઉન્ડેશનની સેવાકીય પ્રવૃત્તિઓએ, કચ્છને નવી ઓળખ આપી છે. હજુ પણ વધુને વધુ સામાજિક સેવા સાથે જોડાયેલ રહેવા આહ્વાન કરેલ. સાથે કચ્છ પ્રદેશને કુદરતની ત્રિવેણી સંગમ જેવી કે, રણ, દરિયો અને પહાડનું સંયોજન દર્શાવી જે ભેટ મળી છે અને તેમાં પણ ખાસ, કચ્છ પ્રત્યે અપાર લાગણી દર્શાવી વિશ્વ પ્રસિધ્ધ બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પ્રત્યે આભાર વ્યક્ત કરી, કચ્છના હાલ ધોરડોના સફેદ રણ તથા ધોળાવીરા જેવી વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લેવા સહુને અપીલ કરેલ.
ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ, આંતરરાષ્ટ્રીય સ્તરનું આ સંમેલન, કચ્છના સામાજિક અને આર્થિક વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. તેમ જણાવી, જાયન્ટ્સ ફાઉન્ડેશનની કામગીરી સમાજ માટે પ્રેરણારરૂપ છે તેમ ઉમેરેલ તથા ગાંધીધામ જાયન્ટ્સ ના આયોજનને બિરદાવ્યું હતું.
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ મહેશ પુજે, આ પ્રસંગે વેપાર-ઉદ્યોગની સાથે સામાજિક જવાબદારી પણ મહત્વની છે. અને, જાયન્ટ ફાઉન્ડેશન આ દિશામાં ઉત્તમ કામગીરી કરી રહ્યું છે. તેમ જણાવી, આવનારું ભાવિ કચ્છનું હશે. સોલાર ઉર્જા પાર્ક, ગ્રીન હાઈડ્રોજન હબતથા મહાબંદરો પરથી થતી આયાત-નિકાસ તેમજ ખાસ તો પ્રવાસન ક્ષેત્રે ઘણું કામ થયું હોઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ તમામ ધારાસભ્યોનાં પ્રયાસોને યાદ કરી ઉપસ્થિત સમુદાયને કચ્છની સુંદરતાને નિહાળવા અપીલ કરી હતી.
આંતરરાષ્ટ્રીય સંમેલનના જાયન્ટ્સ કન્વેન્શન ચેરમેન તેજા કાનગડે તેમના ઉદબોધન માં જણાવેલ કે, 1972માં પદ્મશ્રી નાના ચુડાસમાએ રોપેલું વટવૃક્ષ આજે વિશ્વભરમાં ફેલાયું છે ત્યારે, આ સંમેલનમાં દેશ-વિદેશના પ્રતિનિધિઓને કચ્છની સમૃદ્ધ સંસ્કૃતિ અને વિકાસગાથાથી પરિચિત કરાવવાના પ્રયાસ કરવામાં આવશે. સંમેલનની વિશેષતાઓ ઓનો ઉલ્લેખ કરતાં શ્રી તેજા કાનગડે ઉમેરેલ કે, દેશ-વિદેશના 550થી વધુ જાયન્ટ જૂથોનું પ્રતિનિધિત્વ, કચ્છના પ્રવાસન સ્થળોની મુલાકાતનું આયોજન, સામાજિક સેવા ક્ષેત્રે નવી પહેલ માટે ચર્ચા-વિચારણા તેમજ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે નવા પ્રોજેક્ટ્સની જાહેરાત કરાશે જેનાથી, અમારા સામાજિક દાયિત્વ સાથે સ્વાસ્થ્ય શિબિર, શૈક્ષણિક સહાયતા વૃક્ષારોપણ, મહિલા સશક્તિકરણ, જેવા અનેક કાર્યક્રમો કરવા ની વધુ ને વધુ પ્રેરણા મળશે તેમ જણાવી તેઓએ સને 1998ના વાવાઝોડા અને 2001ના ભૂકંપ સમયે ફાઉન્ડેશને કરેલી સેવા આજે પણ લોકોના હૃદયમાં વસેલી છે. કોરોનાકાળમાં પણ ફાઉન્ડેશને સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજન સિલિન્ડર અને માસ્ક જેવી સુવિધાઓ પૂરી પાડી હતી તેની યાદ અપાવી હતી. આ સમારોહ દરમ્યાન વડાપ્રધાન તથા સાંસદના આહ્વાનને માન આપી, દેશ વિદેશથી પધારેલ જાયન્ટ્સના સભ્યો એ ધોરડોનું રાફેદરણ તથા સ્મૃતિવન નિહાળી અભિભૂત થયા હતા.
સમગ્ર કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત તેમજ દેશ વિદેશથી આવેલ પ્રતિનિધિઓનો આભાર માની શ્રી મનોજ મનસુખાણી, રાજેશ ગોયલ, વિમલ ગુજરાલ તથા દાતાશ્રીઓનો તેમજ સ્થાનિક ટીમના સભ્યોનો વિશેષ આભાર માનેલ. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જાયન્ટ ગ્રુપ ઓફ ગાંધીધામના પ્રમુખ તેજાભાઈ કાનગડ, ઉપ પ્રમુખશ્રી શરદ શેટ્ટી, મંત્રી રામ કરણભાઈ તિવારી અને ખજાનચી હરેશભાઈ માહેશ્વરી સહિત, અંજાર, ભુજ, માંડવી, સૌરાષ્ટ્ર, ગાંધીધામની જાયન્ટસ મારવાડી તથા સહેલી ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. કન્વેન્શન કો-ઓર્ડિનેટર શર્મિષ્ઠાબેન શાહ રહ્યા હતા જ્યારે આભાર વિધિ શરદ શેટ્ટીએ કરી હતી. તેવું એક અખબારી યાદીમાં મંત્રી રામકરણ તિવારીએ જણાવ્યું હતું.


