ભુજ :
ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં અવાર નવાર મારા મારી અને જીવલેણ જેવા હુમલાના બનાવ હવે સામાન્ય બની ગયા છે. ત્યારે એક અઠવાડીયા પહેલાં તાલુકાના રતીયા ગામની મારા મારી કેસમાં દાખલ થયેલા દર્દીઓ વચ્ચે ઇમરજન્સી ગેટ અંજાર જાહેરમાં છરીથી હુમલો થયાની ઘટના તાજીજ છે. ત્યાં મંગળવારે સાંજે દાખલ દર્દીના પરિવારજનોએ પોલીસ પર ફરિયાદ ન લેતા હોવાનો મુકીને હંગામો કર્યો હતો. મહિલા સહિતના ટોળાઓએ પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે હાથા પાઇ કરતાં અફરા તફરી મચી ગઇ હતી. પોલીસે ત્રણ મહિલા ત્રણ યુવકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝન પોલીસ મથકે ગત 5 ફેબ્રુઆરીના સુરલભીટ રોડ પર અંજલીનગરમાં રહેતા અશરફ સુલેમાન કુંભાર અને ઓસમાણ સુલેમાન કુંભાર સામે ફરિયાદ નોંધાવાઇ હતી. ભુજના રેલ્વે સ્ટેશન પાસે આવેલી ધ દેવરાજ હોટલના માલિક દેવરાજભાઇ મ્યાત્રાની માલિકીની થોળે દુર આવેલી જમીન પર બ્રાઉન્ડ્રી બનાવવાનું કામ ચાલુ હતું. ત્યારે આરોપીઓએ કામ રોકાવી દેવરાજભાઇને મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ પોલીસ દ્વારા આરોપીઓના નિવેદન લેવા જતાં આરોપી પોતાની રીતે મોઢાના ભાગે ઇજા પહોંચાડીને હોસ્પિટલમાં દાખલ થઇ ગયો હતો. અને એમ.એલ.સી નોંધાવીને દેવરાજભાઇ સહિતનાઓ સામે ફરિયાદ નોંધવા બાબતે પોલીસ સામે ઠખો કર્યો હતો. આરોપીઓનો પોલીસ અને હોસ્પિટલના સિક્યુરીટી ગાર્ડ સાથે ઝપાઝપીનો મામાલો વધી જતાં બી ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે.કે.મોરી દોડી આવ્યા હતા. અને ટોળાને સમવાવાવ જતાં આરોપીએ પોલીસ ઇન્સ્પેકટર પર હુમલો કર્યો હતો. બનાવને પગલે હોસ્પિટલમાં ભારે હડકંપ મચી ગયો હતો. પોલીસ સ્ટાફે તાત્કાલિક ત્રણ યુવકો અને ત્રણ મહિલાઓની અટકાયત કરી આરોપીઓ સામે પોલીસ પર હુમલો અને ફરજમાં રૂકાવટ સહિતની કલમ તળે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

