લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાના ડગાળા અને ચકાર ગામે બે વયસ્કોએ બીમારીથી કંટાળીને ફાનિ દુનિયાને અલવિદા આપી દીધી હતી. મૃતકોના પરિવારજનોમાં ઘટનાને લઇ ગમગીની છવાઇ ગઇ હતી.
પધ્ધર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ડગાળા ગામે રહેતા 68 વર્ષીય ભગુભા કાયાભાઇ ઢીલા આહિરને ડાયાબીટીશની બીમારી હોઇ બીમારીથી કંટાળીને તેમણે ગત 21 નવેમ્બરના રોજ પોતાના ઘરમાં ઝેરી દવા પી લીધી હતી. જેમને સારવાર માટે ભુજની એકોર્ડ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે મંગળવારે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તો, ચકાર ગામે ચારણીયાવાસમાં રહેતા ઇશ્વરભાઇ જખુભાઇ પરમાર (ઉ.વ.65)ને છેલ્લા દસ વર્ષથી ગુપ્તાંગની હાઇડ્રોસીલની બીમારી હોઇ જેનાથી કંટાળી જઇને ગત 23 નવેમ્બરની રાત્રીના શીવજીભાઇ ગઢવીની વાડી પર ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. પધ્ધર પોલીસે બન્ને બનાવોની નોંધ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

