લોકભાષા-ગાંધીધામ :
દિનદયાળ પોર્ટ ઓથોરિટી હસ્તકના કંડલા અને વાડીનાર ખાતે દેશના મહાબંદરગાહોમા સૌથી વધુ કાર્ગો હેન્ડલિંગ કરી મોખરાનુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સતત દેશના પ્રથમવાર ક્રમાંકિત રહેતા દિનદયાળ પોર્ટની ગત વર્ષે પીછેહઠ થઈ હતી જ્યારે આ વર્ષે ફરીથી નંબર વનનું સ્થાન પ્રાપ્ત કર્યું છે
મહાબંદર કંડલાએ ટ્રાફિક હેન્ડલિંગમાં ફરીથી નંબર વનનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. દેશના મહાબંદરોની હરીફાઈમાં ગત વર્ષે પારાદ્વીપ પોર્ટ ટ્રાફિક હેન્ડલિંગમાં પ્રથમ આવ્યા બાદ નાણાકીય વર્ષ 2024/25માં પોર્ટના ડાયનેમિક ચેરમેન સોશિયલ કુમાર સિંગની કુનેહથી દિન દયાલ પોર્ટ ફરીથી નંબર વનનું સ્થાન જાળવી રાખવામાં સફળ થઈ છે કંડલા પોર્ટલ 150 મિલિયન મેટ્રિક ટનનો લેન્ડમાર્ક ક્રોસ કરી નંબર વનનું સ્થાન ફરીથી મેળવી લીધું છે.
દીનદયાલ પોર્ટ ઓથોરિટી હસ્તકના કંડલા પોર્ટ દેશના મહાબંદર કાર્ગ હેન્ડલિંગની કામગીરીમાં પ્રથમ સ્થાન કરતા ડીપીએ ચેરમેનએ પોર્ટ વપરાશકારો, ડીપીએ કર્મચારીઓ અને અધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.


