લોકભાષા-ગાંધીધામ :
પ્રોપર્ટી ઓનર્સ એસો અને કંડલા કોમ્પ્લેક્સના મિલ્કત ધારકોની દીનદયાલ પોર્ટ ઓથોરિટીના ચેરમેન સાથે મુલાકાત યોજાઈ હતી.
આ મુલાકાતમાં એસોસિએશનના પ્રમુખ સેવક લખવાની અને મંત્રી ધર્મેશ દોશી દ્વારા શહેરના ડેવલોપર અને બિલ્ડર એવા એસઆરસીના ઓપન પ્લોટ ટ્રાન્સફર અને અન્ય સબંધિત મુદ્દાઓથી ચેરમેનને અવગત કરાયા અને મોર્ટગેજ પ્રક્રિયા પણ પ્રશાશન દ્વારા અટકાવાયેલ હોઈ 500 થી 1000 કરોડનું ધિરાણ બૅકો રિલીઝ કરી શકતી ન હોઈ આ મુદ્દાઓનો વેળાસર નિકાલ થાય એ ઇચ્છનીય છે એ બાબતે ભારપૂર્વક રજૂઆત કરી હતી. Ex-post-facto approval અથવા finance department માં પ્રક્રિયા અર્થે જતી ફાઇલોમાં ખુબજ લાંબો સમય લાગે છે જેના થકી મિલ્કતધારકો ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ફ્રી હોલ્ડ માટે પ્રોસેસમાં આવતી ફાઈલો ક્લિયર થવામાં પણ 8-12 માસ જેટલો સમય લાગે છે. દરેક મુદ્દે ચેરમેનએ ઘટતું કરવા ખાતરી આપી હતી. અને તાત્કાલિક પોર્ટ પ્રશાશન અધિકારીઓ અને મિલ્કતધારકો વચ્ચે સીઘો સંવાદ ગોઠવી દરેક પ્રશ્નોનુ તાત્કાલિક નિરાકરણ થાય એવું આયોજન આવતા 2-3 દિવસમાં જ કરવા ખાત્રી આપી હતી. ચેરમેનનો હકારાત્મક અભિગમ અને ડાયનામિકતા સરાહનીય છે. આ દરેક મુદ્દે પ્રોપર્ટી ઓનર્સ એસો. અવારનવાર રજૂઆત કરી ચૂક્યું છે.
આજની આ મુલાકાત દરેક પ્રસ્નોનો ઉકેલ આપશે એવી પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. આ મુલાકાતમાં ચેતન કતીરા, મહેશ લખવાની, રાજુ ચંદનાની, રાજેશ ભંભાણી, રણમલ આહીર, નવીન ઠક્કર સહીત બહોળી સંખ્યામાં શહેરના મિલ્કતધારકો જોડાયા હતા.


