લોકભાષા-ગાંધીધામ :
સસ્તું સોનું આપવાની લાલચ આપી કોઈને છેંતરવાના ઈરાદાથી પીતળ જેવી ધાતુના લંબ ચોરસ બિસ્કીટને અસલ સોનાના બિસ્કીટ તરીકે ખપાવી છેતરપીંડી કરવાની કોશીસ કરતા એક શખ્સને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળી હતી કે, અમીતકુમાર અમૃતલાલ સોની રહે.શાસ્ત્રીનગર કોટડા(જડોદર) તા.નખત્રાણા વાળો ભુજમાં એરપોર્ટ રીંગ રોડથી મોટાપીર દરગાહ રોડ તરફ સસ્તું સોનું વેચાણે આપવાની લાલચ આપી કોઈને છેતરવાના ઈરાદાથી પીતળ જેવી ધાતુના લંબ ચોરસ બિસ્કીટને અસલ સોનાના બિસ્કીટ તરીકે ખપાવી છેતરપીંડી કરવાના ઇરાદાથી મોટાપીર દરગાહ બાજુ સ્વીફટ કાર નં-GJ-12-AE-4303 વાળીથી આવે છે.
બાતમીના આધારે પશ્ચિમ કચ્છ એલસીબીએ વોચમાં રહી તપાસ કરતા આરોપી અમીતકુમાર અમૃતલાલ સોની ત્યાંથી પસાર થતા તપાસ કરતા પીતળ જેવી ધાતુના લંબ ચોરસ બિસ્કીટ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ કાર્યવાહીમાં આરોપી અમીતકુમાર અમૃતલાલ સોની, ઉ.વ.૩૭, રહે. શાસ્ત્રીનગર કોટડા(જડોદર) તા.નખત્રાણા હાલે રહે. કેવલ હોમ્સ નવાવાસ કેસરબાગ રોડ, માધાપર તા.ભુજના કબ્જામાંથી પીતળ જેવી ધાતુના લંબ ચોરસ બિસ્કીટ નંગ- ૧૬, મોબાઇલ ફોન નંગ ૦૧, કિંમત રૂપિયા ૫,૦૦૦, સ્વીફટ ફોર વ્હીલર રજી.નં. GJ-12-AF-4303, કિંમત રૂપિયા ૧,૦૦,૦૦૦ સાથે ઝડપી લઈ ભુજ બી ડિવિઝન પોલીસને આગળની કાર્યવાહી માટે સોપવામાં આવ્યો હતો.
આ આરોપી વિરુદ્ધ અગાઉ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે બે અને વિસનગર તાલુકા પોલીસ મથકે એક ગુનો નોંધાયેલો છે.