લોકભાષા-ભુજ :
ત્રંબો ગામની સીમમાં આવેલી વાડીમાં કોઇ અજાણ્યા શખ્સો રૂપિયા 14 હજારની કિંમતના 70 મીટર વાયરની ચોરી કરી જતાં માધાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
ત્રંબો ગામે રહેતા વલ્લભજી હીરજીભાઇ સોરઠીયાની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવ્યું હતું. ચોરીનો બનાવ ગત 2 નવેમ્બરની રાતથી 3 નવેમ્બરની સવાર દરમિયાન બન્યો હતો. કોઇ અજાણ્યા શખ્સોએ ફરિયાદીની વાડીમાં મોટરમાં લાગેલો 70 મીટર વાયર કિંમત રૂપિયા 14 હજારનો ચોરી કરી ગયા હતા. માધાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

