લોકભાષા-ભુજ :
લખપત તાલુકાના દયાપર ગામે પાસેની શેરીમાં રહેતા યુવકે નવમાં ધોરણમાં ભણતા 14 વર્ષના કિશોર સાથે મિત્રતા કેળવીને કબુતર બતાવવાની લાલચ આપી કારમાં મોરગર ગામની સીમમાં લઇ ગયા બાદ સૃષ્ટિ વિરૂધ્ધનું ક્રુત્ય આચરી વીડિયો ફોટા પાડીને ડરાવી ધમકાવીને દયાપર ગામે એક મકાનમાં વારંવાર કુકર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવતાં ચકચાર પ્રસરી ગઇ હતી. દાયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ શરૂ કરી છે.
બનાવ અંગે દયાપર પોલીસ મથકના ઇન્સ્પેક્ટર વી.વી.ભોલાએ જણાવ્યું હતું કે, બનાવ ગત નવેમ્બર માસ 2024 દરમિયાન બન્યો હતો. દયાપર ગામે રહેતા અને હોમગાર્ડમાં નોકરી સાથે ગેસની બોટલની ડીલીવરી કરતા આરોપી મનસુખભાઇ ભગવાનભાઇ બારૈયા (ઉ.વ.35)એ તેમના પાડોશમાં રહેતા કિશોરની મદદથી તેમની સાથે નવમાં ધોરણમાં ભણતા અને બાજુની ગલીમાં રહેતા 14 વર્ષ 11 માસની ઉમરના ભોગ બનાર કિશોર સાથે ઓળખાણ કરી હતી. બાદમાં ગત નવેમ્બર 2024 દરિયાન ભોગબનાર કિશોર અને તેની સાથે ભણતા કિશોરને કબુતર બતાવવાની લાલચ આપીને આરોપી પોતાના કબ્જાની આઇટેન કારમાં મોરગરની સીમમાં લઇ ગયો હતો. જ્યાં કારની પાછળની સીટમાં ભોગબનાર કિશોર સાથે બળજબરીથી સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું. જેના ફોટો અને વીડિયો ઉતારી લઇને કિશોરને ડરાવી ધમકાવી મારી નાખવાની ધમકી આપીને દાયાપર ખાતે સરદાર લોજની સામેની સોસાયટીના એક એક મકાનના ઉપરના માળે રૂમમાં બોલાવીને વારંવાર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યું હતું. અવાર નવાર ધાકધમકીથી આચરાતા કૃત્યથી ભોગબનાર કિશોર ગભરાઇ ગયો હતો. અને ઘરમાં સુનમુન રહેતો હતો. દરમિયાન સાથે ભણતો કિશોર ભોગબનારે બોલાવવા ઘરે આવ્યો ત્યારે કિશોર અકડાઇ જઇને સમગ્ર મામલા અંગે તેમના પરિવારજનોને જાણ કરી હતી. ભોગબનાર કિશોરના પરિવારે દયાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દયાપર પોલીસે આરોપી મનસુખની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

