લોકભાષા-ભુજ :
દહિંસરા ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મહિલા કર્મચારીને સફાઇ કામદારના પુત્રએ બાથભીડીને આબરૂ લેવાનો પ્રયાસ કરતાં હોબાળો મચી ગયો હતો. લોકોએ યુવકને માફી માંગવાનું કહેતા આરોપી યુવાને તેના પરિવાર સાથે મળીને કારમાં જતી ભોગબનનાર સહિત બે પર હુમલો કરી કારના કાચમાં તોડફોડ કરી દસ હજારનું નુકશાન પહોંચાડ્યું હતું.
માનકુવા પોલીસ સ્ટેશનામં છેડતી અને હુમલા અંગે બે અલગ અલગ ફરિયાદ નોંધાવાઇ હતી. તપાસ એસસી એસટી સેલ વિભાગને સોંપાતા આરોપી પિતા-પુત્રની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.
માનકુવા પોલીસ મથકે મુળ અન્ય જિલ્લાની અને દહિંસરા ગામે રહીને ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી ભોગબનાર 25 વર્ષની યુવતીએ દહિંસરા ગામના આરીફ હારૂન હિંગોરજા સામે ફરિયાદ નોંધાવી હતી. બનાવ બુધવારે સવારે પોણા નવ વાગ્યાના અરસામાં આરોગ્ય કેન્દ્રમાં ફીમેલ વોર્ડમાં બન્યો હતો. આરોગ્ય કેન્દ્રમાં સફાઇ કામ કરતા હવાબાઇનો પુત્ર આરોપી આરીફ ફરિયાદી યુવતીને બાથ ભીડીને આબરૂ લેવાના ઇરાદે છેડતી કરી હતી. બાદમાં બીજા દિવસે હાલે સ્ટાફના અન્ય વ્યક્તિએ આરોપી આરીફને ભોગ બનનાર યુવતીની માફી માંગવાનું કહેતાં આરોપી આરીફ તેની માતા હવાબાઇ હારૂન હિંગોરજા, પિતા હારૂન હિંગોરજા, કજબાનુ હિંગોરજા સહિતનાઓએ છકડો રિક્ષા અને લ્યુના મોપેડમાં આરોગ્ય કેન્દ્રમાં આવીને નિલેશ દિલીપભાઇ પરમાર અને અન્ય હાજર લોકોને ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપીને નિલેશની કારને આંતરીને કાર પર પથ્થરો અને મુકા મારીને કારના કાચ તોડી નાખી 10 હજારનું નૂકશાન પહોંચાડ્યું હતું. જેમાં ભોગબનાર યુવતીને પેટના ભાગે પથ્થર વાગ્યો હતો. તેમજ નિલેશને હાથમાં કાંચ વાગતાં ઇજા પહોંચી હતી. માનકુવા પોલીસ મથકે ભોગબનાર યુવતીએ છેડતી અને એટ્રોસીટીની કલમ તળે અને નિલેશ પરમારે માર માર્યા અને કારમાં તોડફોડ અંગેની ફરિયાદ નોંધાવી હતી. બન્ને ફરિયાદોની તપાસ એસસી એસટી સેલના ડીવાયએસપીને સોંપાઇ હતી. એસસી એસટી સેલ દ્વારા આરોપી આરીફ અને તેમના પિતા હારૂન હિંગોરજાની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.