લોકભાષા-ગાંધીધામ :
ચુડવા મીઠીરોહર મીઠાઅગરિયા તથા પ્લોટધારકોએ દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા પડાણા ગ્રીન હાઈડ્રોજન પ્લોટનો સૂચિત એપ્રોચ રોડ રદ કરવા અંગે
કલેક્ટર કચ્છને અગરિયાઓના હિતમાં દરમિયાનગીરી કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સાથે યોગ્ય નહીં કરાય તો કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.
દિનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા પડાણા વિસ્તારમાં સૂચિત ગ્રીન હાઈડ્રોજન પ્લોટ માટે નવા કોમન સૂચિત એપ્રોચ રોડનું ટેન્ડર 30/07-2024 ના બહાર પાડેલ છે જેની સામે સ્થાનિક અગરિયાઓ, પ્લોટધારકોએ સખતો વાંધો નોંધાવેલ છે
કલેકટર કચ્છને આવેદનપત્ર પાઠવી આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે ખરેખર આ ટેન્ડર કોઈપણ જાતના નિયમો અને વાસ્તવિક સ્થળ સ્થિતિનું અવલોકન કર્યા વિના જ બહાર પાડી દેવામાં આવેલ છે આ એપ્રોચ રોડ બાબતે રેવન્યુ વિભાગ કે દિનદયાલ પોર્ટ ઓથોરિટીએ કોઈપણ જાતની અગરિયાઓ સાથે ચર્ચા કે પરામર્શ કર્યા વગર પ્લોટધારકોની તથા મહેસુલ વિભાગ હસ્તકની જમીનમાંથી આ એપ્રોચ રોડ પસાર કરી રહેલ છે જે નિયમવિરુદ્ધનું છે ખરેખર સ્થાનિકે જમીન માપણી, સર્વે, હદનિશાન તથા નકશાઓની ખરાઈ બાદ જ હાઈડ્રોજન પ્લાન્ટ શરૂ કરાય પરંતુ ઉતાવળમાં ટેન્ડર બહાર પાડવાથી અગરિયાઓની રોજી રોટી ઉપર ગંભીર ખતરો પેદા થઈ રહ્યો છે
આ પ્લોટોની જમીન રેવન્યુ વિભાગની છે અને સરકાર દ્વારા ફાળવવામાં આવેલ છે તો આમાં ડીપીએ કેમ રોડ બનાવી શકે ?? અને કલેક્ટર કચ્છની કક્ષાએ રેવન્યુ વિભાગ પાસેથી આવી કોઈ ખરાઈ કરવામાં આવેલ નથી જેથી આ રોડ ત્વરિત રદ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.
સૂચિત રોડ બતાવવામાં આવેલ છે તે જગ્યાએ મીઠાના પ્લોટો આવેલા છે જેનાથી હજારો લોકો રોજીરોટી મેળવી રહેલ છે આ રોડ બનવાથી રોજી રોટી છીનવાઈ જશે આગરીયાઓ બેહાલ થઈ જશે ઉપરાંત આ રોડની આજુબાજુની જગ્યાઓ ઇકો સેન્સેટીવ ઝોનમાં આવે છે અને ક્રિકો વહેણો અને વરસાદી પાણીના નિકાલની નદીઓ ઉપરાંત મેંગ્રોઝ તથા દરિયાઈ જીવસૃષ્ટિ કાચબા તેમજ માછલીઓની પ્રજાતિઓ તથા દરિયામાં પાણીમાંથી મીઠું પકવવાની કુદરતી વ્યવસ્થા આવેલ છે જે તમામ બાબતોનું રક્ષણ જરૂરી છે અને રક્ષણ નહીં થાય તો ગ્લોબલ વોર્મિંગ અને દરિયાઈ જીવસૃષ્ટિ નાશ પામશે આમ આ રોડ પર્યાવરણીય રીતે પણ એક ખતરો છે ઉપરાંત સીઆરઝેડની દરખાસ્તને મંજૂરી હજી સુધી મળેલ નથી તે પહેલા ટેન્ડર કેવી રીતે બહાર પાડી શકાય ??
પરંપરાગત રીતે મિઠું પકવતા અગરિયાઓ દશ એકરમાં રોજગારી મેળવી અને જીવનનિર્વાહ ચલાવી રહેલ છે અને આ રોડ બનવાથી પ્લોટો કપાત થશે અને તેમની આર્થિક વ્યવસ્થા પડી ભાંગશે જેમાં શંકાને સ્થાન નથી.
ઉપરાંત અહીં રોડ બનતા ટ્રાન્સપોર્ટનું પ્રદૂષણ વધશે પરિણામે મીઠાની ગુણવત્તા પર ઉપર પણ અસર થશે તે પણ અગરિયાઓને નુકસાન કરતા છે આમ કલેક્ટરને યોગ્ય કરવા વિશાળ સંખ્યામાં અગરિયાઓ, પ્લોટ ધારકો સાથે સર્વે વી. કે. હુંબલ, ભરતભાઈ સોલંકી, ગેલાભાઈ હુંબલ, હાજીગની માંજોઠી,
જયરાજસિંહ જાડેજા,
જખુભાઈ બાબરીયા, અલ્પેશભાઈ જરૂ,
ખીમજીભાઈ ચોટારા, હરેશભાઈ હુંબલ, બાબુભાઈ જાટીયા, ચંદ્રકાંત ડાંગર, નારણભાઈ મયાત્રા, ગોવિંદભાઈ ખટારીયા, અલીભાઈ
ભચુભાઈ સોઢા સુરેશ ગેલા હુંબલ, અભિષેક પંડ્યા.
ભરતભાઈ મરડ વગેરે આવેદનપત્ર આપતી વખતે જોડાયા હતા. એવુ અલ્પેશ ઝરુંની યાદીમાં જણાવાયું છે.