લોકભાષા-ભુજ :
માંડવી તાલુકાના દુર્ગાપુર ગામે દારૂની બાતમી પરથી પોલીસ રહેણાકના મકાનમાં દરોડો પાડ્યો હતો. જો કે, દારૂ મળ્યો ન હતો. પરંતુ પોલીસની રેડ બાદ યુવકે એસીડ પી આપઘાતનો પ્રયાસ કર્યા હતો અને પોલીસે માર માર્યાના આરોપ સાથે હોસ્પિટલમાં દાખલ થતાં ચકચાર મચી ગઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ માંડવી પોલીસને ટીમને બાતમી મળી હતી. કે, દુર્ગાપુર ગામે નવાવાસમાં રહેતા દિનેશ દેવજી મહેશ્વરી પોતાના ઘરમાં દારૂ રાખીને વેચાણ કરી રહ્યો છે. જેથી પોલીસે સોમવારે દિનેશના ઘરમાં છાપો માર્યો હતો. દરોડા દરમિયાન પોલીસને દારૂ મળ્યો ન હતો. ત્યાર બાદ દિનેશને પોલીસની રેડથી લાગી આવતાં એસીડ પી લીધું હતું. પ્રથમ માંડવી સરકારી હોસ્પિટલ અને ભુજ જી.કે.માં લઇ જવાયા બાદ ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ થઇને પોલીસના ત્રાસને કારણે એસીડ પી લીધુ હોવાનું જણાવ્યું હતું. આ અંગે માંડવી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર સી.વાય.બારોટ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું. કે, પોલીસે માર માર્યાની વાત ખોટી છે. પોલીસને બાતમી મળી હતી. એટલે કાર્યવાહી કરી હતી. જેમાં યુવકને લાગી આવતાં ઝેરી દવા પી હોવાનું જણાવ્યું હતું.

