લોકભાષા-ભુજ :
દેશલપર વાંઢાય ગામની સીમમાં નાગીયારીના શખ્સની વાડીમાં ચાલતી જુગાર ક્લબ પર પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને 10 ખેલીઓને રોકડ રૂપિયા 1,66,200 તેમજ 65 હજારના 10 નંગ મોબાઇલ, 3 લાખની બોલેરો, 30 હજારનું બાઇક અને 5 લાખની બ્રેઝા કાર સહિત રૂપિયા 10,61,200ના મુદામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે નાલ ઉઘરાવીને જુગાર રમાડતો નાગીયારીનો સંચાલક નાસી ગયો હતો.
એલસીબીની ટીમેએ બાતમી પરથી મંગળવારે રાત્રીના સાડા બાર વાગ્યે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘાણી પાસાનો જુગાર રમતા ઇસ્માઇલ ઉર્ફે કાનુડો કાસમ બાફણ, દિનેશ ડાયા મહેશ્વરી, નરેન્દ્રસિંહ ઉર્ફે યોગેન્દ્રસિંહ બહાદુરસિંહ ઉર્ફે બળભદ્રસિંહ જાડેજા, હરેશ ભીમજી કોલી, અબ્દુલ સતાર ઓઢેજા, મોહમદ હનીફ અલીમામદ કુંભાર, કરણસિંહ દેવુભા ચુડાસમા, અબ્દુલ અદ્રેમાન સાડ, કેતન દેવજી મહેશ્વરી, આરીફ જુસબ ચાકીને પકડી પાડ્યા હતા. જ્યારે ક્લબનો સંચાલક અબ્બાસ સુમાર બાફણ નાસી છુટ્યો હતો. જ્યારે જુગાર રમવા માટે જુગારીઓને લાવવા લઇ જવા માટે ઉપયોગમાં લેવાતી અબ્બાસની બ્રેઝા કાર પોલીસે કબ્જે કરીને તમામ આરોપીઓ સામે માનકુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
લાખોંદમાં જુગાર રમતા ત્રણ પકડાયા
લાખોંદ ગામે પધ્ધર પોલીસે જુગાર રમતા રાજેશ વાલજી આહિર, મેઘજી શંભુ ચાવડા, મીઠુ સલુ કોલીને પકડી પાડી તેમની પાસેથી રૂપિયા 17,310 રોકડા, અને 10 હજારના બે મોબાઇલ સહિત 27,310નો મુદામાલ કબ્જે કરીને તમામ સામે ગુનો નોંધ્યો હતો.