લોકભાષા-આણંદપર :
ભુજ તાલુકાના દેશલપર (વાંઢાય) ગામે છેલ્લા ૧૦૫ વર્ષથી ગામના મુખ્ય ચોકમાં ચાચર ચોકમાં માતાજીની આરતી સ્તુતિ સાથે નવરાત્રીની શરૂઆત કરવામાં આવે છે.આ ચોકમાં પ્રાચીન અર્વાચીન ગરબા ગાઈ ને રમઝટ બોલાવવામાં આવે છે.આ નવરાત્રીમાં લક્ષ્મીનારાયણ સમાજ,સતપંથ સમાજ અને મહાજન સમાજ દ્વારા સંયુક્ત આયોજન કરી અને ગામ લોકો હર્ષભેર આ નવરાત્રીમાં મન મૂકીને રાસ ગરબાની રમઝટ બોલાવે છે.
બહેનો અને ભાઈઓ અલગ અલગ રમીને રાસ અને ડાંડિયારાસ રમવામાં આવે છે. દુહા છંદ ગાઈને જીતુભાઈ ઠક્કર, રાજુભાઈ રામાણી, સરલાબેન રામાણી, નીતિન ઠક્કર, સૌરભ રામાણી, રાજુ માવાણિ, સચિન લીંબાણી, કિરણ દરજી લોકોને ડોલાવી રહ્યા છે. વર્ષોની પરંપરા આજે પણ દેશલપરના ગ્રામ વાસીઓએ જાળવી રાખી છે. નવરાત્રીનું આયોજન દેશલપર નવરાત્રી મિત્ર મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ આયોજનને સફળ બનાવવા માટે મંડળના પ્રમુખ કિર્તીભાઇ વાસાણી, મંત્રી કલ્પેશ રામાણી તેમજ મંડળના સભ્યો દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ ચાચર ચોકમાં નવરાત્રી દરમ્યાન ખેલૈયા મન મુકીને રમે છે. દેશી ઢોલ, દેશી ગાયકો દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્રણે સમાજ એક ભેગા થઈ આ નવરાત્રીની ઉજવણી કરી એક અનોખું ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે અને આજુ બાજુના ગામલોકોને પણ એક પ્રેરણા આપી રહ્યુ છે.આ ગામમાં એક સંપ છે એ આ નવરાત્રી પર્વ કહી રહ્યું છે.બીજા પણ કાર્યક્રમો સંપ અને સુલહથી ઉજવણી કરતું ગામ એટલે દેસલપર વાંઢાય