લોકભાષા-ભુજ :
શેખપીરથી પાલારા જેલ સુધી બાયપાસ રોડ બનાવવા રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નિતિન ગડકરીને કચ્છ સાંસદ વિનોદભાઇ ચાવડાએ રજુઆત કરી હતી લોકસભા સત્ર દરમ્યાન સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નિતિનભાઈ ગડકરીની રૂબરૂ મુલાકાત લઈ ભીમાસર અંજાર ભુજ ખાવડા ધર્મશાળા સુધી નવ નિર્મિત બનતો નેશનલ હાઇવે નંબર ૩૪૧ ભુજ શહેર માંથી પસાર થાય છે તેને શેખપીરથી પાલારા સુધી બાયપાસ રોડ બનાવવા માટે વિનંતી પત્ર આપ્યો હતો. મંત્રી નિતિનભાઈ ગડકરીએ રજૂઆતની નોંધ લઈ વહેલી તકે આ પ્રશ્નનું નિરાકરણ માટે સકારાત્મક અભિગમ દાખવેલ છે તેમ સાંસદએ જણાવ્યું હતું કે ૧૫૨ કી.મી નું રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૩૪૧ કચ્છ ભીમાસર – અંજાર – ભુજ – ખાવડા – ધર્મશાળા બનાવવાનું કાર્ય ચાલુમાં છે, જે ધોરીમાર્ગ ભુજ સીટી માંથી પસાર થાય છે, તેથી ઘર, ઇમારત, દુકાનો હટાવવા પડે, હજારો લોકો વિસ્થાપિત થાય, સડક સુરક્ષા સબંધી તકલીફો થાય તેમ છે. લોકોની ભલાઈ અને પ્રદુષણ ને રોકવા વૈકલ્પિક માર્ગ ને કારણે નિર્બોધ આવા જાહી થાય તે જરૂરી છે, બન્ની પશ્ચિમ, પાશી, ખાવડા ની સાથે ધર્મશાળા સુધી આ રોડ બનતાં રાષ્ટ્ર સેવા સમર્પિત સરહદના સંત્રી, અકલ્પનીય વિકાસ, રણોત્સવ, ધોળાવીરા ઐતિહાસિક હડ્ડપન સંસ્કૃતિ સ્થળો નો વિકાસ થશે. તેમ જણાવતાં સાંસદે સડક પરિવહન મંત્રી નિતિન ગડકરીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમની સાથે રાજ્યસભા સાંસદ કેશરીદેવસિંહ ઝાલા જોડાયા હતા, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૨૭ પર મોરબી માટે નવો બાયપાસ રોડ બનાવવા રજૂઆતો કરી હતી.


