લોકભાષા-ભુજ :
મુન્દ્રા તાલુકાના ધૃબ સિમમાં આવેલ કંપનીમાં કલમાર વાહનના ટાયર નીચે આવી જતા યુવાનનું મોત નિપજતા અરેરાટી ફેલાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગતો મુજબ અમલ લોજીસ્ટિક સર્વિસ પ્રાઇવેટ લિમિટેડના યાર્ડમાં કલમાર નમ્બર જી.જે 12 કે 7881ના ચાલકે પોતાના કબ્જાનું વાહન બેદરકારી રીતે ચલાવી બિહારના 27 વર્ષીય અનિલકુમાર જતન શાવને હડફેટમાં લઈને કલમારનું ટાયર તેના શરીર પર ફરી વળતા મોત નીપજ્યું હતું.આ બનાવમાં કોટુંબીક ભાઈ જીતુકુમાર સીતારામ સાવે ચાલક સામે ફરિયાદ મુન્દ્રા પોલીસ મથકે નોંધાવી છે.આ બનાવે પરિવારજનોમાં અરેરાટી ફેલાવી દીધી છે.

