લોકભાષા-ભુજ :
સામાન્ય રીતે બાઇક રાઇડર્સ લદાખ જવાના રસ્તા પર બાઇક રાઇડિંગની મજા માણતા હોય છે ત્યારે હવે કચ્છના ધોળાવીરાથી ધોરોડોના સફેદ રણ જતા રોડ ટુ હેવન પર બાઇક રાઇડિંગની મજા માણવા દેશ વિદેશના પ્રવાસીઓ આવી રહ્યા છે. હાલમાં તાજેતરમાં વિવિધ સ્થળોએથી આવેલા બાઈકરોને ધોળાવીરાથી ધોરડો રોડ ટુ હેવન પર સ્વર્ગ મળ્યું હતું. બીઓબીએમસી દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ રાઇડર મેનિયા ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેપાળ, ભૂતાન અને સમગ્ર ભારતમાંથી 200થી વધુ બાઇકરો કચ્છમાં એકત્ર થયા હતા અને એક વિશાળ બાઇકના કાફલા સાથે બાઇકરોએ ધોળાવીરાથી ધોરડો વચ્ચે આકર્ષક લેન્ડસ્કેપ્સ માણ્યા હતા અને આ બાઇક રાઇડ દરમિયાન બાઇક સવારોને એક અવિસ્મરણીય અનુભવ થયો હતો.જેનો ડ્રોન વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ આ વીડિયો શેર કર્યો હતો અને ગુજરાત ટુરિઝમ બાઇક રાઇડરના આવા આયોજનને આવકારે છે અને કચ્છ છે તે હંમેશા આવા બાઇક રાઇડરના ગ્રુપના સ્વાગત માટે તૈયાર છે.નેશનલ અને ઇન્ટરનેશનલ બાઇક રાઇડર ગ્રુપ જો કચ્છમાં આવા આયોજન કરવા માંગતા હોય તો ગુજરાત ટુરિઝમનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
કચ્છના આકર્ષક લેન્ડસ્કેપ્સ અને સાંસ્કૃતિક ખજાનાની 450 કિલોમીટરની સફર BOBMC જેનું પૂરું નામ “Brotherhood of Bulleteers Motorcycling Consortium” જે વર્ષ 2003થી “Rider Mania” નામની નોન પર્ફોટ ઇવેન્ટ યોજે છે. ત્યારે આ વર્ષે 200 જેટલા બાઈકરોએ કચ્છના આકર્ષક લેન્ડસ્કેપ્સ અને સાંસ્કૃતિક ખજાનાની 450 કિલોમીટરની સફર કરી હતી. જેમાં કડિયા ધ્રોનો પ્રવાસ, નિરોણા ગામમાં પરંપરાગત હસ્તકલાનો અનુભવ અને પવિત્ર નારાયણ સરોવરની મુલાકાત કરી હતી.તો નડાબેટની સમુદ્રી સીમા દર્શન ખાતે દેશભક્તિના સાક્ષી પણ બન્યા હતા.સાથે જ કચ્છના માંડવી બીચ, શિપયાર્ડ અને પ્રતિષ્ઠિત વિજય વિલાસ પેલેસની પણ મુલાકાત લીધી હતી.250 જેટલા બાઇક રાઇડર્સે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું પરંતુ 1900થી પણ વધારે બાઇક રાઇડર્સ આવ્યા હતા.

