લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ પોલીસે બનાવટી ઈડીની ટોળકીને ઝડપી લીધી છે. ગાંધીધામના જ્વેલર્સના ઘરે ઈડીના અધિકારી કર્મચારીઓની ખોટી ઓળખ આપી રેડ કરી હતી પોલીસે એક મહિલા સહિત 12 આરોપીઓને ઝડપી લીધા હતા.
ગાંધીધામની રાધીકા જવેલર્સ તથા તેના મકાને બનાવટી ઈડીના અધિકારી બની ખોટી રેઈડ દર્શાવી ચોરી કરી ગુનો આચરનાર ટોળકીને પૂર્વ કચ્છ પોલીસે ચોરીમાં ગયેલ મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.
ગાંધીધામ ખાતે આવેલ રાધીકા જવેલર્સ પેઢી તથા તેમના તથા તેના ભાઈઓના રહેણાક મકાને જઈ ઈ.ડી.ના અધિકારી તરીકે ઓળખ આપી સંગઠીત ટોળકી સાથે રેઈડ દર્શાવી ફરીયાદીના મકાનમા રહેલા સોના-ચાંદી તથા રોકડ ૨કમનો મુદ્દામાલ ચેક કરી તેમાંથી સાહેદની જાણ બહાર સોનાનો મુદ્દામાલ કિંમત રૂપિયા ૨૫,૨૫,૨૨૫ની ચોરી કરી નાશી ગયેલ હતા જે અંગે ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઇ હતી.
આ ગુનામા સંડોવાયેલ આરોપીઓને ઝડપી લેવા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સ તથા સી.સી.ટી.વી. ફુટેજ આધારે ગુના કામે સંડોવાયેલ ઈસમોની ઓળખ મેળવી હતી અને આરોપીઓને ઝડપી લેવા અલગ અલગ ટીમો દ્વારા ભુજ, અમદાવાદ તથા ગાંધીધામ ખાતે તપાસ હાથ ધરી હતી અને નકલી ઈ.ડી ના અધિકારી બનેલ તથા તેના સાગરીતો એક મહિલા સાથે 12 આરોપીઓને ઝડપી લીધા હતા
આ ગુનામા આરોપીઓ ભરતભાઈ શાંતીલાલ મોરવાડીયા (સોની),ઉ.વ.૪૦ રહે.મ.નં-૧૦૨,ડી.સી.-૫,આદિપુર તા.ગાંધીધામ દેવાયત વીસુભાઈ ખાચર(કાઠી),ઉ.વ.૩૮,૨હે.મ.નં-૬૭, સાંઈનાથ સોસાયટી, મેઘપર(બો), તા.અંજાર, અબ્દુલસતાર ઈશાક માંજોઠી,ઉ.વ.૫૪,૨હે.મ.નં-૧૯૫, રોયલસીટી, લખુરાઈ ચાર રસ્તાની બાજુમાં,ભુજ-કચ્છ (કચ્છ મશાલ વીકલી ન્યુઝના પત્રકાર તથા વ્હીલચેર ક્રિકેટ એશોસીયેશન ગુજરાત ના ડાયરેકટર), હિતેષભાઈ ચત્રભુજ ઠકકર,ઉ.વ.૪૯,૨હે.ફલેટ નં-૬, ધનશ્યામ સીટી એપાર્ટમેન્ટ,પારેશ્વર ચોક, કબીરબાગની સામે, ભુજ-કચ્છ, વિનોદ ૨મેશભાઈ ચુડાસમા(મોચી),ઉ.વ.૪૬,૨હે.મ.નં-૧૫૭,સિધ્ધીવિનાયકનગર, સરકારી વસાહત, પ્રમુખસ્વામી નગ૨, ભુજ-કચ્છ, ઈયુઝીન અગસ્ટીન ડેવીડ (ક્રિશ્ચન),ઉ.વ.૬૩,૨હે.મ.નં-૧૨૨,મારૂતીનગર, મોઘપર(બો) તા.અંજાર, આશિષ રાજેશભાઈ મિશ્રા,ઉ.વ.૩૧,રહે.૩૧,ડી-૯૦૧, સારન્સ એમ્બીયન્સ,ડો.જીવરાજ મહેતા હોસ્પિટલની સામે, અમદાવાદ, ચન્દ્રરાજ મોહનભાઈ નાયર,ઉ.વ.૪૬,૨હે.ઈ-૫૦૧,યશ એવન્યુ, આઈ.ઓ.સી. રોડ,ચાંદખેડા,અમદાવાદ, અજય જગન્નાથ દુબે,ઉ.વ.૨૭,૨હે.૪૭૩-એ,ન્યુ રેલ્વે કોલોની, સાબરમતી અમદાવાદ, અમિત કિશોરભાઈ મહેતા, ઉ.વ.૪૫,૨હે.ઈ-૩૦૧,યશ એવન્યુ,આઈ.ઓ.સી.રોડ, ચાંદખેડા, અમદાવાદ શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ,ઉ.વ.૪૩, ૨હે.એ-ઠ,રેવતી ટાવર, ૨ામદેવનગર, અમદાવાદ, નિશા વા/ઓ અમિત કિશોરભાઈ મહેતા, ઉ.વ.૪૨, ૨હે.ઈ-૩૦૧, યશ એવન્યુ, આઈ.ઓ.સી.રોડ, ચાંદખેડા,અમદાવાદને સોનાનું બિસ્કીટ વજન-૧૦૦ ગ્રામ કિંમત રૂપિયા ૭,૮૦,૦૦૦, સોનાના લેડીઝ બ્રેસલેટ નંગ-૬ વજન-૧૨૯.૯૬ ગ્રામ કિંમત રૂપિયા ૧૪,૪૭,૬૦૯, ઈ.ડી.નુ નકલી આઈકાર્ડ મોબાઈલ ફોન નંગ-૧૩ કિંમત રૂપિયા ૨,૫૫,૦૦૦, મહિન્દ્રા એક્ષયુવી 500 નં. GJ-01-RL-8025 કિંમત રૂપિયા ૭૫૦૦૦, મહિન્દ્રા જોતેરો નં. GJ-12-FB-5251 કિંમત રૂપિયા ८,००,०००, રેનોલ્ડ કસ્ટર રજી.નં- GJ-12-BR-8081 કિંમત રૂપિયા ૫,૦૦,૦૦, હોન્ડા એકટીવા રજી. નં- GJ-12-DD-3776 કિંમત રૂપિયા પ૦,૦૦૦ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૪૫,૮૨,૬૦૯ સાથે ઝડપી લીધા હતા. જ્યારે આ ગુનામા આરોપી વિપીન શર્માની સંડોવણી ખુલી હતી તમામ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.