લોકભાષા-ગાંધીધામ :
નકલી ઈડીના મામલે પૂર્વ કચ્છ એસપીના ખુલાસા બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ પહોંચ્યા ગાંધીધામ પહોંચ્યા હતા અને ગોપાલ ઇટાલીયા દ્વારા પોતાને કોઈ નોટિસ મળી નથી પરંતુ સામેથી હાજર થયા હોવાનું જણાવ્યું હતુ.
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નકલી ઈડીની ટોળકી ઝડપી લીધી હતી અને તે પ્રકરણમાં રાજકીય આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થયા બાદ પૂર્વ કચ્છ એસપી દ્વારા પણ આમ આદમી પાર્ટી અંગે વિગતો આપી હતી દરમિયાન ગાધીધામ એ ડિવિઝન પોલીસે મથકે સોમવારે આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો પહોંચ્યા હતા.
પૂર્વ કચ્છ પોલીસ દ્વારા નકલી ઈડીની ટોળકી ઝડપી પાડી છે અને તેના સાગરીતો રિમાન્ડ ઉપર છે. રિમાન્ડ દરમિયાન અમુક ખુલાસા થયા હોવાનું પૂર્વ કચ્છ એસપી દ્વારા મીડિયાને જણાવ્યું હતું ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, ધારાસભ્ય હેમંત ખવા, કિસાન સેલ પ્રમુખ રાજુભાઈ કરપડા, પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટ, પ્રદેશ ટીમ અને પુર્વ પશ્ચિમ કચ્છના તમામ હોદેદારો સાથે ગાંધીધામ એ ડિવિઝન માં રજૂ થયા હતા. આ સમયે ગાંધીધામ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ રાજુભાઇ લખવાણી, કાયનાત અંસારી સહીતના આગેવાનો પણ ગાંધીધામ એ ડીવીઝન પોલીસ મથકે પહોંચ્યા હતા આ સમયે મોટી સંખ્યામાં કાર્યકરો પણ જોડાયા હતા.
આ બનાવમા નકલી ઈડીની તપાસ દરમિયાન અબ્દુલ સતાર માજોઠીને મુખ્ય સુત્રધાર ગણાવી આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું પણ ખુલ્યું છે તેમ પોલીસ દ્વારા મિડિયાને જણાવવામાં આવ્યું હતું.


