ધોળું તળાવ પૂર્વ સરપંચ જ્યારે મોટોસર ધારાસભ્ય અને સંત મોહનદાસ બાપુના હસ્તે વધાવી ઓવારણાં લેવાયા
લોકભાષા-ભુજ :
નખત્રાણામાં શ્રીકાર વરસાદ થતાં નખત્રાણાના બે શોભાયમાન તળાવ ઓગની જતા વાજતે ગાજતે વધાવવામા આવ્યા હતા
નખત્રાણા કે વી હાઇસકુલ પાસે આવેલ ધોળું તળાવ તેમજ રામેશ્વર ખાતે મોટો સર નામનું તળાવ નખત્રાણા નગર પાલિકા તેમજ રાજકીય સાંમાજિક આગેવાનો ના હસ્તે વધામણા કરી ઓવારણાં લેવામા આવ્યા હતા અહીં ના ધોળા તળાવ ને નખત્રાણા ના પૂર્વ સરપચ ચંદનસિંહ રાઠોડના હસ્તે વધાવાયું હતું જ્યારે મોટો સર તળાવ અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ રામેશ્વર આશ્રમના મોહનદાસજી બાપુ ના હસ્તે વધામણા લેવાયા હતા બને તળાવો મા નાળિયેર ચુંદડી પ્રસાદી અર્પણ કરી વધાવાયલ બને તળાવ વધામણા મા નખત્રાણા ના રાજકીય સામાજિક જેમાં જિલા પચાયત મા નયનાં બેન પટેલ તા પચાયત ઉપ પ્રમુખ દક્ષા બેન બારું તા ભાજપ મહામંત્રી હરિસિંહ રાઠોડ નખત્રાણા નગર પાલિકા ચીફ ભાવિન કાધાની જાગૃતી બેન ઠકકર ભાવિન ઠકકર લાલજી રામાની પરેશ સાધુ જીતેન્દ્ર સિંહ જાડેજા લક્ષમન સિંહ સોઢા જીતેન્દ્ર પુરી ગોસ્વામી તેમજ નગર પાલિકા સ્ટાફ રામેશ્વર ગ્રામ જનો ઉપસ્થિત રહયા હતા ધાર્મિક વિધિ વિનાયક રાજગોર દ્વારા કરાઈ હતી