લોકભાષા-ભુજ :
નખત્રાણાના વથાણ ચોકમાં ગત 23મીના સર્જાયેલ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વયસ્કનું સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં 25મીના મોત નીપજ્યું હતું. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ કાર્યવાહી કરી છે.
નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ નખત્રાણા ખાતે રહેતા કાનજીભાઇ થાવરભાઇ સીજુ (ઉ.વ.66) પોતાના કબજાના ટુવ્હીલરથી જઇ રહ્યા હતા. ત્યારે 23 નવેમ્બરના વથાણ ચોકમાં પાછળથી ટ્રકના ચાલકે ટકકર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘાયલ વયસ્કને પ્રથમ ભુજની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સોમવારે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અમદાવાદ સીવીલ હોસ્પિટલમાંથી જાણ થતાં નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

