લોકભાષા-નખત્રાણા :
નખત્રાણાના માર્ગ ઉપર સર્જાતો ટ્રાફિક લોકો માટે અસહ્ય બન્યો છે. નાના મોટા અકસ્માતો સર્જાય છે અને મહિલા વડીલો માટે મોટી સમસ્યારૂપ બન્યો છે. નખત્રાણાની પ્રજા આ સમસ્યાથી ત્રસ્ત બની છે. પરંતુ પોલીસ દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાનો શહેરીજનો આક્ષેપ કરી રહ્યા છે.
નખત્રાણા ટ્રાફિક સમસ્યામાં વધારો જાણે ટ્રાફિક પોલીસ કરતી હોય તેવું દેખાય છે તેવી ફરિયાદ સાથે લોકોએ નખત્રાણાની અંદર બસ સ્ટેશનથી સરકારી દવાખાના સુધી આડેધડ પાર્કિંગ કરનાર વાહનો ઉપર ટ્રાફિક પોલીસની મીઠી નજર હોવાથી ટ્રાફિકની સમસ્યા વધે છે તેવા આક્ષેપો થઈ રહ્યા છે.
આમ જોવા જઈએ તો નખત્રાણા ટ્રાફિક પોલીસ પાસે ટ્રાફિક સમસ્યા માટે ટીઆરબી જવાનોનો પણ સ્ટાફ છે હોમગાર્ડ જવાનો પણ છે તેમ છતાં ટ્રાફિક સમસ્યા હલ થતી નથી ત્યારે પોલીસની મીઠી નજરોના કારણે નખત્રણામાં ટ્રાફિક સમસ્યાનો હલ આવતો નથી તેવી લોકો ફરિયાદ કરે છે.
અમુક શહેરીજનો દ્વારા ટ્રાફિક પોલીસને નાગલપર ફાટક તેમજ હાઇવે ઉપર વીર કૃપા ટાયર તેમજ બેરુ રોડ ઉપર પાંજરાપોળ પાસે સવાર સાંજ ઉભા રહેવાનું દેખાઈ રહ્યું છે અને હોટલો અને કેબીનો ઉપર મેળાઓ જમાવી બેસવાની ફુરસદ છે. ટ્રાફિક સમસ્યા હલ કરવામાં રસ નથી તેવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ અંગે ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમા વધતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.
તસ્વીર : રાજેશભાઈ જોષી


