લોકભાષા-આણંદપર :
ખેડુતો સિઝની પાક છોડી બાગાયતી ખેતી તરફ વળ્યા છે. બાગાયતી પાકોમાં ભાવ સારા આવેતો ઠીક છે. નહીતર ખેડુતોને પોતાના ઘરના નાખવાનો વખત આવતો હોય છે. હાલ ખેડુતો બાગાયતી ખેતી તરફ વળ્યા છે. સીઝની પાકોના ભાવ ઓછા હોય તો ખેડુતો પોતાની વાડીએ આવેલા ગોડાઉનમાં માલને સાચવી રાખે છે. ભાવ સારા આવે ત્યારે વેચાણ કરતા હોય છે. જયારે બાગાયતી પાકો રાખી ના શકવાના કારણે જે બજારમાં (ઓછા) ભાવે પણ આપવાની ફરજ પડતી હોય છે. બાગાયતી પાકો ઘણો ટાઈમ ના રેવાથી ના છૂટકે વેચાણ કરવું પડે છે.તેવું ખેડુતો જણાવે છે.
નખત્રાણા તાલુકાના સાંયરા(યક્ષ) ગામના યુવા ખેડુત અંકિત હળપાણી જણાવે છે કે જુન અથવા જુલાઈ મહિનામાં કરવામાં આવતું હોય છે.બિયારણ સારૂ હોય તો સાત થી આઠ મહિના સુધી આ પાક ચાલતો હોય છે.બિયારણ નબળું હોય તો ચારથી પાંચ મહિનામાં આ પાક પુરો થઈ જાય છે.હાલ ટામેટાની બજાર પડી ભાંગતા હોલ સેલ એક થી બે રૂપીયાના ભાવ હોવા છતાં કોઈ લેવા આવતા ના આવતા તેમજ ટામેટા ના પાકને વીણવાનો ખર્ચ ત્રણથી ચાર રૂપીયા લાગતો હોવાથી ખર્ચ ના પોસાતા ટામેટાના પાકના છોડવાને ના છૂટકે ઉખેડવા પડી રહ્યા છે.
ખેડુત અંકીતભાઈ જણાવે છે કે ભાવ આવે કે ના આવે જે ખર્ચ લાગતો હોય એ લાગે છે.પાક ખેડુતોના હોવા છતાં ખેડુતો પોતાના ભાવે વેચી શકતા નથી.કયારેક સારા ભાવ આવે તો ઠીક છે.નહિતર નીચા બજાર ભાવે વેચાણ કરવું પડતું હોય છે.ભાવ બજાર પ્રમાણે મળતા હોવાથી ખેડુત લાચાર બની જતો હોય છે.ખરીફ પાક હોય તો અને ભાવ સારા ના હોય તો ખેડુત સારા ભાવ માટે ગોડાઉનમાં રાખે છે.બાગાયતી પાક રાખી ના શકવાના કારણે નીચા કે ઉચા ભાવે ખેડૂતોને ફરજીયાત વેચાણ કરવું પડે છે.શરૂઆતમાં ભાવ સારા હોય છે.જેનું વેચાણ થાય છે.એ ખેડુતોએ કરેલ ખર્ચમાં નીકળી જાય છે.જયારે કમાવાનું હોય છે ત્યારે ભાવ બેસી જતા ખેડુતો કાંઈ વળતર મળતી નથી. કયારેક તો મજુરી ખર્ચ પણ ખેડૂતને ભોગવવાનો વખત આવતો હોય છે.હાલ એકાદ મહિના પછી લગ્ન પ્રસંગોની શરૂઆત થવાની છે.પણ હાલ કોઈ ટામેટાને ખરીદવા ના આવતા ટામેટાના છોડને ઉખેડી પાકને પુરો કરવામાં આવી રહ્યો છે.ખર્ચ સામે આવક ઓછી થતાં ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે.એવું અંકિત હળપાણીએ જણાવ્યું હતું.


