લોકભાષા-ભુજ :
સુસવાટા મારતા પવનની સાથે હાડ થીજાવતી ઠંડી પડી રહી છે ગઈકાલે દિવસભર ફૂંકાયેલા સુસવાટા મારતા પવને ટાઢની તીવ્રતાને વધારી હતી. પવનની પાંખે ડંખીલા ઠારથી આખો દિવસ લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો તો આજે પણ હાડ થીજાવતી ઠંડી યથાવત્ રહી છે. આજે નલિયામાં ઠંડીની પકડ જળવાયેલી રહી હતી, તો ભુજમાં ન્યૂનતમ તાપમાનનો પારો 11.2 ડિગ્રીના આંકે પહોંચ્યો હતો. હવામાન વિભાગે હજુ એક દિવસ શીતલહેર જારી રહેવાની ચેતવણી જારી કરી છે. મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી ગગડતાં રાતની સાથે દિવસે પણ ઠંડક વર્તાઈ રહી છે.
લોકોને ગરમ વસ્ત્રો પહેરી રાખવાની ફરજ પડી હતી. નલિયા ઉપરાત ગરડા વિસ્તારના ગામો સહિત પશ્ચિમ કચ્છમાં ધોળા દિવસે તાપણું કરવાની લોકોને નોબત આવી હતી. જિલ્લા મથક ભુજમાં પણ હવે લઘુતમ પારો એકલ આંક ભણી આગળ ધપી રહ્યો છે
ભુજવાસીઓએ ઠંડીનો અનુભવ કર્યો હતો. ખાસ કરીને બપોરના સમયે પવનની ઝડપ વધુ જોવા મળે છે.


