લોકભાષા-નલિયા :
અબડાસા તાલુકામાં શિક્ષકની સ્થિતિ સુધારવા અને વહેલી તકે શિક્ષકોની ભરતી કરાવવા બહુજન આર્મીના સંસ્થાપક લખન ધૂવા સાથે સામાજિક આગેવાનોએ નલિયા તાલુકા પંચાયત કચેરીમાં ધરણાં યોજી આવેદન પત્ર અપાયું હતું
અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે તાલુકા પંચાયત કચેરીમાં ધરણાનું કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ખાસ કરીને અબડાસા તાલુકામાં જે શિક્ષણની સ્થિતિ હાલ બહુજ ખરાબ છે. અબડાસામાં હાલ ૩૮૨ શિક્ષકોની ઘટ છે. ત્યારે ખાસ કરીને અબડાસાની જનતાને સરકાર મૂર્ખ બનાવી રહી છે. શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ અબડાસામાં શૂન્ય છે. અહીંના ધારા સભ્ય અને સાંસદ સભ્ય માત્ર ને માત્ર ઓદ્યોગિક કંપનીઓની ના આકાઓ માટે જ કામ કર્યું હોય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. તેવા અનેકો આક્ષેપો લખન ધુવા દ્વારા કરવામાં આવ્યા હતા.
આજના આ ધરણાં કાર્યક્રમમાં લખન ધુવા,જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા સૈયદ તકિશા બાવા, સામાજિક આગેવાન, મનજી મહેશ્ર્વરી, દિવ્યરાજ સિંહ જાડેજા, બહુજન આર્મીના જિલ્લા મીડિયા કન્વિનર માવજી હિંગણા, મનજી ભાઈ ફૂફલ, ઓસમાણ ભાઈ નોતિયાર,સહિત વિવિધ સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા.
તસ્વીર : જગદીશભાઈ ભાનુશાલી