લોકભાષા-ભુજ :
13 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. ત્યારે હજી પણ તાપમાનનો પારો નીચે જવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં પણ હજુ ઠંડી વધે તેવી શક્યતાઓ છે. મોટાભાગના જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. 21થી 23 નવેમ્બર દરમિયાન તાપમાનમાં હજી બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની અને વરસાદની શક્યતા હોવાની આગાહી કરી છે.
ગુજરાત રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો આવતા ઠંડીનો અહેસાસ થશે. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યના લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટાભાગના જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. 20થી 23 નવેમ્બરના ઠંડીનું જોર વધશે અને આખા દેશના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. આવામાં વરસાદની આગાહી પણ છે. અરબી સમુદ્રમાં જલ્દી જ એક તોફાન ઉઠવાનું છે, જેને કારણે વરસાદની આગાહી છે.
ભુજ શહેરની વાત કરીએ તો શહેરમાં આજે વહેલી સવારે ઠંડીના પગલે ટહેલવા અને કામથી નીકળેલા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા. જ્યારે ખુલ્લામાં રાતવાસો કરતા લોકો ઠંડીથી બચવા તાપણાનો આશરો લેતા નજરે ચડ્યા હતા. જ્યારે સારા વરસાદે ભરાયેલા સુંદર હમીરસર તળાવની કરતે સ્વસ્થયપ્રેમી લોકો શારીરિક કસરતો અને વોક કરવા નીકળી પડ્યા હતા.ગરમાગરમ ચાની ચૂસકી લેવા રસિકોની હાજરી વધી છે