લોકભાષા-ભુજ :
નલિયાની જબ જેલની દસ ફૂટ ઉંચી દિવાલ ઠેકીને ભાગવા જતાં આરોપી નીચે પટકાયો હતો. જેમાં તેના હાથ ફેકચર અને મોઢાના દાત તૂટી ગયા હતા. પોલીસે આરોપીને સારવાર માટે ખસેડીને નલિયા પોલીસે જેલ પ્રસાશનને આ અંગે આરોપી સામે કાર્યવાહી કરવા પત્ર દ્વારા જાણ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ડુમરા કોલીવાસમાં રહેતો કરશન ઉર્ફે કિશન બાબુ કોલી (ઉ.વ.22) નામનો યુવક નશાની હાલતમાં ધમમાલ કરતાં કોઠારા પોલીસના હાથે રવિવારે સવારે સાડા અગ્યાર વાગ્યે પકડાઇ ગયો હતો. જેને નલિયાની સબ જેલમાં લઇ જવાતાં જ્યાં બાથરૂમ જવાના બહાને જેલીની દસ ફૂટ ઉંચી દિવાલ પર ચડીને નાસી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નીચે પટકાઇ જતાં તેના મોઢાના બે દાંત તૂટી ગયા હતા. અને હાથના ભાગે ફેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ નલિયા સબ જેલનું મકાન જુનું છે. તેની દિવાલ નબળી પડી ગઇ છે. એક દિવાસ દરસાદને કારણે તૂટી ગઇ છે. જ્યાં પતરાની આડશ મુકવામાં આવી છે. તે જોઇને જેલમાં રહેલા ગુનેગારોને ભાગવાનું મોકળું મેદાન મળી રહ્યું છે. આ અંગે નલિયા પોલીસ મથકના ઇન્સ્પેકટર બારોટ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું. દિવાલ કોઇ તૂટી ગઇ છે. કે, કેમ તે બાબતે મને કોઇ જાણકારી નથી હું તપાસ કરાવીશ દારૂના નશામાં પકડાયેલા યુવકે ભાગવાનો પ્રયાસ કરીને જે ગુનો કર્યો છે. તે અંગે નલિયા સબ જેલના જેલરને લેખિતમાં આ અંગે આરોપી સામે કાર્યવાહી કરવા જણાવાયું છે. હાલ આરોપી કરશન કોલીને કોર્ટમાં રજુ કરવા તજવીજ હાથ ધરી છે.


