લોકભાષા-ભુજ :
તાલુકાના નાગીયારી ગામ નજીક ટ્રક હડફેટે રીક્ષામાં સવાર યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે માંડવીમાં સોફામાંથી પડી જતાં યુવાને દમ તોડી દીધો હતો.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ નખત્રાણા ગામના મોટા અંગિયા ગામના ૨૦ વર્ષિય સબાનાબેન અલ્તાફ લુહાર રીક્ષામાં જતા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા તેઓને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા સારવાર અર્થે તેઓને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવની વધુ તપાસ માનકુવા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
બીજી તરફ માંડવીના વિજયવિલાસ પેલેસમાં યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન સોફા પર બેઠેલા ભુજના જુની લોટસ કોલોની ખાતે રહેતા ચિંતનકુમાર હસમુખલાલ સલાટ (ઉ.વ.૪૬)નું મોત નિપજ્યું હતું. હૃદયરોગના હુમલાથી મોત થયું હોવાનું જાણવા મળે છે. આ બનાવથી પરીવારજનોમાં ગમગીની ફેલાઈ જવા પામી છે.

