લોકભાષા-ભુજ :
ભુજ નાગોર રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં સેન્ટ્રીંગનું કામ કરતા બે મિત્રોને ઘર પાસે બેસવા મુદે માથાકુટ કરીને સ્કોર્પિયો કારમાં આવેલા આઠ શખ્સોએ ધોકાથી મારી મારી ઇજા પહોંચાડતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
નખત્રાણાના મંગવાણા ગામે રહેતા અસલમ સોકતઅલી બાવા (ઉ.વ.24)એ ઇસ્માઇલ ઉર્ફે મમલો, અકલો મીયાત્રા, રઝાક મીયાત્રા અને અન્ય પાંચ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના ભાઇનું નાગોર રોડ પર ગનીભાઇ લોટાના ફાર્મ હાઉસમાં સેન્ટ્રીંગનું કામ ચાલુ હોઇ ફરિયાદી અને તેમનો મિત્ર જાગીર બાવા બન્ને જણાઓ રોડ પર બેઠા હતા. ત્યારે છોકરાઓ આવ્યા હતા. અને અહીં અમારૂ ઘર છે. અહીં કેમ બેઠા છો તે કહીને માથાકુટ કરી હતી. બાદમાં ફરિયાદી અને તેમનો મિત્ર ફાર્મ હાઉસમાં કામ કરવા ચાલ્યા ગયા બાદ આરોપીઓ અલગ અલગ બે કારમાં આવીને ફરિયાદી અને તેમના મિત્રને ધાકાથી માર માર્યો હતો. બી ડિવિઝન પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.


