લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાના નારણપર રાવરી ગામે બુધવારે રાત્રે કૌટુબીક ભાઇને કેમ ખોટી ચડામણી કરો છો તેવો ઠપકો આપવા બદલ ટોળાએ બે સગા ભાઈઓ પર છરી ધોકાથી હુમલો કરીને કરપીણ હત્યા નીપજાવી દેતાં પોલીસે સગીર સહિત સાત ઇસમોની ધરપકડ બાદ જેલ હવાલે કર્યા છે.
આ અંગે માનકુવા પોલીસ મથકના ઇન્સ્પેકટર ડી.એન.વસાવા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું. કે, હત્યાનો બનાવ રાત્રે પોણા એક વાગ્યાના અરસામાં બનાવ બન્યો હતો. ગુરૂવારે રાત્રીના આઠ વાગ્યાના અરસામાં બસ સ્ટેશન પર મરણજનાર ગુલામ ભચુ જત (ઉ.વ.30) અને તેમનો ભાઇ કાદર ભચુ જત (ઉ.વ.28) બેઠા હતા. ત્યારે આરોપી સીરાજ અકબર ખલીફાને કહ્યું હતું કે, મારા કાકાઇ ભાઇ સબીરને તું કેમ ચડાવશ તેમ કહતાં ઝઘડો થયો હતો. જેમાં ગુલામે સીરાજને માર માર્યો હતો. જેથી સીરાજે આ બાબતે તેના પિતા અકબરને વાત કરી હતી. ત્યાર બાદ આરોપી સીરાજ અકબર ખલીફા, હુસેન આમદ જત, અકબરપીર મામદ ખલીફા, મનોજ જયસ્વાલ, મેમુનાબેન અકબર ખલીફા, સબીર અબ્દુલ જત, સાહિલ અકબર ખલીફા સહિતના આરોપીઓ મરણજનાર ગુલામ ભચુ જતના ઘરે ધોકા, પાઇપ છરી જેવા હથિયારો સાથે ધસી ગયા હતા. અને કાદર પર હુમલો કર્યો હતો. ત્યારે ગુલામ તેના ભાઇ કાદરને છોડાવવા વચ્ચે પડતાં બન્ને ભાઇઓને ગંભીર ઇજા પહોંચી હતી. જેના મારણે બન્નેના મોત નીપજ્યાં હતા.
માનકુવા પોલીસે હુસેન કાસમ જતની ફરિયાદ પરથી આરોપી દંપતિ સહિત સાત આરોપીઓની ધરપકડ કરી હતી.આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરવામાં આવ્યા હતા