લોકભાષા-ભુજ :
નખત્રાણા તાલુકાના નિરોના ગામમાં મોટેરા સાથે સગીરો પણ દેશી દારૂની લતે ચડી ગયા છે અને દારૂ વેંચાણ સામે પોલીસ વિભાગ આંખ આડા કાન કરી રહયા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. જોકે આ બાબતે પોલીસે નશાખોરી સામે કાર્યવાહી થતી રહેતી હોવાથી કરેલા આક્ષેપો પાયા વિહોણા હોવાનું જણાવ્યું હતું.
આ મામલે ભુજના અનુસૂચિત સમાજ અગ્રણી લખન ધુવા સાથે સ્થાનિક ગ્રામજનો દ્વારા પોલીસ મથક બહાર પ્રતીક ધરણા યોજી દારૂ વેંચાણ અંગે નારાજગી દર્શાવી તેના સામે પગલાં લેવાની માગ કરતો વિડીયો સોસીયલ મીડિયા ઉપર જોવા મળ્યો હતો. જે અંગે ધુવા સાથે વાત કરતા તેમણે પોલીસ સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કામકાજથી નીકળતા લોકોને વાહનધારાના નિયમ હેઠળ અટકાવી પુછપરછ કરાય છે, તલાસી લેવાય છે પણ ખુલ્લેઆમ વેચાતા દેશી દારૂ સામે કોઈજ કામગીરી કરાતી નથી. આ વાતની મને જાણ મળતા ગ્રામજનો વતી નિરોના પોલીસને કાર્યવાહી માટે રજૂઆત કરી હતી.


