લોકભાષા-ગાંધીધામ :
વાગડ પ્રદેશ વિવિધ રીતે પ્રખ્યાત છે જેમાં કચ્છ જિલ્લામાં ગુનાખોરીમાં જોવા જઈએ તો પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં વાગડ વિસ્તારમાં ગુનાખોરીનો ગ્રાફ કાયમ ઊંચો જોવા મળે છે.
આ કેસની વિગતો મુજબ ગત તા. 25મી ઓક્ટોબર 2021ના સાંજના સમયે શાળા છૂટ્યા બાદ બાળકો રમત-ગમતનો આનંદ લેતા હોય ત્યારે ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં મોમાયા ઉર્ફે પપ્પુ તેજા ચાવડા આહિર કાનજી રણછોડ ઢીલા આહીરના ઘર પાસે પૂરપાટ ઝડપે વાહન ચલાવીને બ્રેક મારતા હોય મરણ જનારે ઠપકો આપતા આરોપી મોમાયા ઉર્ફે પપ્પુએ ગાળા ગાળી તથા ઝઘડો કરેલો અને મરણ કાનજીએ આપેલ ઠપકાને મનમાં રાખીને રાત્રિના સુમારે મરણ જનારના પુત્ર ઈશ્વર ઢીલા આહીરને ફોન કરી કાનજીભાઈના નંબર મેળવીને ફોર્ચ્યુન કાર વડે મરણ જનારના ઘરે જઈ મરણ જનાર કાનજીભાઈ ઢીલા આહીરને ઘરની બહાર બોલાવી છરીના ઘા મારી હત્યા નીપજાવી હોવાની ફરિયાદ નોંધાઇ હતી.
આ બનાવ ગીતાબેન તથા રૂપલ કાનજીભાઈએ નજરે જોયો હતો ફરિયાદી બનાવવાના સ્થળે પહોંચ્યા ત્યારે આરોપી મોમાયા મરણ જનાર કાનજીભાઈને છરી વડે પ્રહાર કરતો હતો તે હકીકત ફરિયાદ પક્ષ દ્વારા નિ:શંક સાબિત કરવામાં આવેલી તપાસનીશ અધિકારીએ કરેલ ચાર્જશીટમાં ફરિયાદ પક્ષ દ્વારા કુલ 30 સહિદોને તપાસમાં આવેલા હતા અદાલતી કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન મરણ જનારની પુત્રી રૂપલબેન તથા પત્ની ગીતાબેનને ગુજરાત હાઇકોર્ટના આદેશથી રક્ષણ પૂરું પાડવામાં આવેલ આ સમય દરમિયાન આ સાક્ષી ઉપર કરવામાં આવેલ હુમલા સંબંધે અન્ય ચાર એફઆઈઆર પણ નોંધાઈ હતી.
સાક્ષીઓની જુબાની દસ્તાવેજી આધારો તથા સંયોગીક રિપોર્ટને ધ્યાનમાં રાખીને અંદાજે ત્રણ વર્ષ ચાલેલ કાનૂની જંગ બાદ ભચાઉના અધિક સેશન્સ જજ તિવારીએ આરોપીને ખૂનના ગુના માટે તકસીરવાન ઠરાવીને આજીવન કારાવાસ તથા રૂપિયા 50000 ની રકમનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો. દંડની રકમ મરણ જનારની પત્નીને આપવાનો હુકમ કરીને ન્યાયિક પ્રક્રિયા દ્વારા સમાજમાં ધાક બેસાડતો ચુકાદો આપીને સમાજમાં ગુનાખોરી કરતા તત્વોને ડર બેસે તેવો ચુકાદાથી સંદેશ આપેલો છે
સમગ્ર કેસની કાર્યવાહીમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ ધર્મેન્દ્રસિંહ જાડેજાની સાથે મૂળ ફરિયાદીના વકીલ તરીકે સિનિયર ધારાશાસ્ત્રી દિલીપકુમાર જોશી તથા હેતલ કુમાર સોનાપરા વિનોદ મકવાણાએ ધારદાર દલીલો કરેલી જેને સ્વીકારી સજા કરવામાં આવેલી ફરિયાદ પક્ષીની કાર્યવાહીમાં મજીદભાઈ બાપટ તથા કાજલબેન પાંચાણીએ ધારાશાસ્ત્રી તરીકે પોતાની સેવાઓ મૂળ ફરિયાદીના વકીલને મદદરૂપ થવા માટે આપી હતી.