લોકભાષા-ભુજ :
ભુજ ખાવડા હાઇવે રોડ પર લગાતાર અકસ્માત બનાવો બની ગયો છે. ત્યારે રવિવારે સવારે રાત્રે નોખાણીયા-લોરીયા વચ્ચે પેટ્રોલ પંપ પાસે ધડાકાભેર બે બાઇકો સામ-સામે અથડાતાં ઢોરી ગામના યુવકનું મોત થતાં પરિવારજનોમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. જ્યારે સાથે કુનરીયાના યુવાન તેમજ અન્ય બે વલસાડના બે યુવકોને ઇજા પહોંચી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
માધાપર પોલીસ મથકેથી ત્રાપ્ત વિગતો મુજબ ઢોરી ગામે રહેતા હતભાગી મેહુલ માવજીભાઇ ગાગલ (ઉ.વ.26) અને કુનરીયા ગામના મયુરભાઇ માવજીભાઇ ખાસા (ઉ.વ.23) બન્ને જણાઓ બાઇક પર કુનરીયાથી નખત્રાણા તરફ જતા હતા. ત્યારે ખાયડાની અદાણી વિંગ કંપનીમાં નોકરી કરતા મુળ વલસાડના પારડી ઉદવાડાના હાલ કોડાય પુલ રહેતા મહેશભાઇ જયચંદભાઇ ગુપ્તા (ઉ.વ.27) અને ચિંતન જીતેન્દ્રભાઇ સાચરીયા (ઉ.વ.28) બન્ને જણાઓ બાઇકથી ખાવડાથી કોડાય પુલ જવા નીકળ્યા હતા. ત્યારે બન્ને બાઇકો નોખાણીયા-લોરીયા વચ્ચે ચામંડા પેટ્રોલ પંપ પાસે ધડાકા ભેર અથડાઇ હતી. જેમાં ગંભીર ઇજાઓ થવાને કારણે ઢોરી ગામના મેહુલ ગાગલનું મોત થયું હતું. જ્યારે ત્રણ યુવકોને વતી ઓછી ઇજાઓ પહોંચી હતી. માધાપર પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.