લોકભાષા-ભુજ :
ભુજ તાલુકાના પધ્ધર ખાતે અવારનવાર બનતા ચોરીના બનાવોને લઈને આજે ગ્રામજનો દ્વારા પોલીસ વડાને રજુઆત કરવામાં આવી છે
ગામ લોકોના જણાવ્યા પ્રમાણે ગત તારીખ 16 સપ્ટેમ્બરના બે બાઇક ચોરાઈ હતી,તેમજ રાત્રે ઉભેલા વાહનમાંથી ડીઝલ ચોરી થવા પામી હતી આ ઉપરાંત વાડી વિસ્તારમાં કેબલ ચોરી,ગૌશાળામાં ચોરી થઈ હતી,બનાવ અંગે ફરિયાદ કરવા છતાં કોઈ જ પરિણામ આવ્યું નથી, કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા ઉડાઉ જવાબ આપવામાં આવે છે ,ગામમાં ચોરીના બનાવોને અટકાવવા માટે રાત્રી દરમિયાન નિયમિત પેટ્રોલિંગ તેમજ કડક છાપ ધરાવતા પોલીસ કર્મચારીની નિમણૂક આપવા માંગ કરવામાં આવી છે. ગ્રામજનોએ ગૃહમંત્રી, જિલ્લા કલેકટર અને પોલીસ ઇન્સ્પેક્ટરને રજુઆત કરી છે


