લોકભાષા-ગાંધીધામ :
સામખ્યાળી વિસ્તારમાં આવેલ પવનચક્કીમાંથી કોપર વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને પૂર્વ કચ્છ એલસીબીએ ઝડપી પાડયા હતા.
પૂર્વ કચ્છ એલ.સી.બી પીઆઈ એન.એન.ચુડાસમાની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી હકીકત મળેલ કે સામખ્યાળી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પવનચક્કીમાંથી થયેલ કોપર ચોરીનાં આરોપીઓ મજીદ હિંગોરજા અને અર્જુન મારાજ રહે. બંને મોમાઈનગર અંજાર વાળાઓએ સાથે મળીને કરેલ છે. જે આધારે એલ.સી.બી. ટીમ નવી શાકભાજી માર્કેટ પાછળ સીતારામ પરીવાર પાસે વોચમાં હતી તે દરમ્યાન અર્ટીકા કાર આવતા તેને ઉભી રખાવી તપાસ કરતા તેમાથી સુઝલોન કંપનીની બંધ પવનચક્કીમાંથી ચોરાયેલા કેબલ વાયર, ઇલેક્ટ્રીક કોયલ તથા તાંબાનો ભંગાર મળી આવતા આ મુદ્દામાલ બાબતે પુછપરછ ક૨તા પાંચ છ દિવસ અગાઉ જંગી ગામની સીમમાં આવેલ ઉપરોકત આરોપીઓ તથા ભરત ભીલ અને કાંતી રહે. બંને ભચાઉ વાળાઓ સાથે મળીને રાત્રીના સમયે ચોરી કરેલ હોવાની કબુલાત આપતા આરોપીઓ વિરુધ્ધ બી.એન.એન.એસ. ૬.૩૫(૨)ઈ મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે.
પૂર્વ કચ્છ એલ.સી.બીએ આ કાર્યવાહીમા આરોપી મજીદ સુમા૨ હિંગોરજા ઉ.વ. ૨૩ રહે. મોમાઈનગર અંજાર, અર્જુન શિવરામ ખાંડેકા ઉ.વ. ૧૯ ૨હે. મોમાઈનગર અંજારને કોપ૨ કેબલ વાયરો કુલ વજન ૧૬૫ કિ.ગ્રા. કિંમત રૂપિયા ૫૭૭૫૦, ઇલેકટ્રીક કોયલ નંગ-૪ વજન ૨૨૦ કિ.ગ્રા. કિંમત રૂપિયા ૨૨૦૦૦, ઇલેકટ્રીક કોન્ટેકટર નંગ-૩ કિંમત રૂપિયા ૨૪૦૦૦ સ્ટીલના પાટા ૩૨ કિ.ગ્રા. કિંમત રૂપિયા ૧૬૦૦, કોપર વાયરનો ભંગાર ૮૬ કિ.ગ્રા. કિંમત રૂપિયા ૩૦૧૦૦, અર્ટીકા કાર રજી.નં. જીજેવ૨-ડીજી-૪૩૭૬ કિંમત રૂપિયા ૪,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૫,૩૫,૪૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જયારે આરોપીઓ ભરત ભીલ રહે. ભચાઉ અને કાંતી રહે. ભચાઉનુ નામ ખુલતા તેમના વિરુદ્ધ પણ ગુનો નોંધી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.