લોકભાષા-ભુજ :
પશ્ચિમ કચ્છના ભુજ અને નખત્રાણા વિસ્તારમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. બપોર બાદ આકાશમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું.
આ કમોસમી વરસાદથી કેસર કેરીના પાકની સલામતી અંગે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.વરસાદના કારણે માર્ગો ભીંજાઈ ગયા
નખત્રાણાના પાવરપટ્ટી અને ઉલટ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. આ ઉપરાંત તાલુકાના કોડકી-મખણા વચ્ચેના વાડી વિસ્તારમાં પણ વરસાદનું ઝાપટું નોંધાયું હતું. વરસાદના કારણે માર્ગો ભીંજાઈ ગયા હતા.વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
ભુજ શહેરમાં સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય છાંટા પડ્યા હતા. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી


