લોકભાષા-ભુજ :
પશ્ચિમ કચ્છમાં છેલ્લા દસ વર્ષથી કેબલ વાયરની ચોરી કરતી ગેંગના ત્રણ તસ્કરોને એલસીબીએ ઝડપી પાડીને માધાપર પોલીસ મથકમાં ટોળકીના પાંચ તસ્કરો સામે ગેંગનો ગુનો દાખલ કરાવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વાયરની ચોરી કરતી નાના વરનોરા ગામની તસ્કર ટોળકીના રીઢા આરોપી ઇકબાલ ઉર્ફે એક્કો સીધીક મોખા, સુલતાન જુસબ મોખા, અસલીમ ઉર્ફે સલીમ રાણા મોખા નામના ત્રણ ચોરની ધરપક કરી અન્ય હનીફ જખરા મોખા, સાહિલ ઇશા મોખા નામના અન્ય બે તસ્કરોને ઝડપી લેવા તપાસ તેજ કરી છે. નાના વરનોરાના આ રીઢા તસ્કરો ટોળકી સભ્યો સાથે મળીને છેલ્લા દસ વર્ષ દરમિયાન પશ્ચિમ કચ્છના અલગ અલગ તાલુકા વિસ્તારમાં વાયરની ચોરી કરતા નાના વરનોરાના રીઢા પાંચ ગુનેગારો પૈકી ત્રણ તસ્કરોને એલસીબીએ ઝડપી પાડીને પાંચ તસ્કરો વિરૂધ માધાપર પોલીસ મથકમાં બીએનએસ કલમ 112(1) મુજબ ગેંગનો ગુનો નોંધાવ્યો હતો.

