લોકભાષા-ભુજ :
ભુજની પાલારા ખાસ જેલમાંથી બીન વારસુ મોબાઇલ મળી આવવાનો શીલ શીલો અવિરત ચાલુ રહ્યો છે. મંગળવારે સાંજે અમદાવાદની ઝડતી સ્કવોર્ડની ટીમે બેરેક નંબર 1111ની સામે બે પીલરો વચ્ચેથી પ્લાસ્ટિકની થેલીમાં વીંટાળેલો સીમ કાર્ડ વીનાનો એન્ડ્રોઇડ મોબાઇલ મળી આવતાં અજાણ્યા શખ્સ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ ઝડતી સ્કવોર્ડ જેલર ગૃપ-2ના દેવશી કરમણભાઇ કરંગીયા અને તેમની ટીમ દ્વારા મંગળવારે સાંજે સાત વાગ્યાના અરસામાં ભુજની પાલારા ખાસ જેલમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં સર્કલ નંબર 2ના બેરેક નંબર 1111ના દરવાજાની સામે આવેલા યાર્ડના પીલર નંબર 11 અને 12ના વચ્ચે દિવાલમાં પીલરના પોલાણમાં પ્લાસ્ટિકમાં વીંટાળીને છુપાવી રાખેલો સીમ કાર્ડ વીનાનો એક એન્ડ્રોઇડ બ્લ્યુ કલરનો મોબાઇલ મળી આવ્યો હતો. ત્યાર બાદ ઝડતી સ્કવોર્ડ દ્વારા અન્ય બેરેકની તપાસ હાથ ધરીને ભુજ બી ડિવિઝન પોલીસ મથકે મોબાઇલ છુપાવી રાખનારા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

