લોકભાષા-ભુજ :
જુનાગઢના અને હત્યા અને દુષ્કર્મના કેસમાં પાકા કામના કેદી તરીકે પાલારા ખાસ જેલમાં સજા ભોગવી રહેલા કેદી સાત દિવસના વચગાળાના જામીન પર મુક્ત થઇ પરત જેલમાં ન ફરતા તેના વિરૂધ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઇ હતી.
પાલારા જેલમાં જેલર ગ્રુપ-2 તરીકે ફરજ બજાવતા એ.જી.વ્યાસએ પાલરા ખાસ જેલના કેદી નંબર 2888 મહેશ ઉર્ફે ભદો મુળજીભાઇ ચૌહાણ રહે ધારાનગર બિલ્ખા રોડ જુનાગઢ સામે ફરિયાદ નોંધાવી છે. આ પાકા કામના કેદી સામે જુનાગઢ પોલીસ સ્ટેશનમાં 2007માં આઇપીસી કલમ 302,376, 394, મુજબના ગુના દાખલ હોઇ ભુજ પાલારા ખાસ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. આરોપી કેદીને હાઇકોર્ટના હુકમથી 4 ડીસેમ્બર 2024ના સાત દિવસના વચગાળાના જામીન પર મુક્ત કર્યો હતો. પરંતુ આરોપી જામીન ગાળાનો સમય પૂર્ણ થઇ ગયો હોવા છતાં હાજર ન થતાં જુનાગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરીને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આરોપી કેદીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.
| ReplyForwardAdd reaction |

